ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દુર્ઘટનાઓને રોકવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પોલીસે શુક્રવારે કર્ણપ્રયાગમાં ટુ વ્હીલર વાહન ચલાવી રહેલા બે કિશોરને મેમો પકડાવી દીધો હતો. પોલીસે જણાવ્યું છે કે, ટુ વ્હીલર વાહન જપ્ત કરવા ઉપરાંત પોલીસે આ સગીર બાળકોના વાલીઓને 25-25 હજારનો દંડ ફટકાર્યો છે.
ચમોલીના પોલીસ અધિકારી પ્રમેન્દ્ર ડોભાલે જિલ્લામાં દુર્ઘટનાઓને રોકવા માટે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કર્ણપ્રયાગ વિસ્તારમાં તપાસ દરમિયાન બે સગીર કિશોર ટુ વ્હીલર વાહન ચલાવતા જોવા મળ્યા હતા, જે બાદ પોલીસે તેમની બાઈક જપ્ત કરી અને વાલીઓના નામે મેમો ફાડ્યો હતો.
પોલીસે જણાવ્યું છે કે, બંને વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને વાલીઓને મોટર વાહન અધિનિયમની જોગવાઈ વિશે બતાવતા તેમને કડક ચેતવણી આપી ભવિષ્યમાં પોતાના સગીર બાળકોને વાહન નહીં આપવા કહ્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર