Home /News /national-international /તપોવનમાં ‘જળપ્રલય’ - આ આ 3 વીડિયો દર્શાવી રહ્યા છે કેટલી ભયાનક છે ગ્લેશિયર દુર્ઘટના

તપોવનમાં ‘જળપ્રલય’ - આ આ 3 વીડિયો દર્શાવી રહ્યા છે કેટલી ભયાનક છે ગ્લેશિયર દુર્ઘટના

ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટવાથી ચારેતરફ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે, જુઓ VIDEO

ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર તૂટવાથી ચારેતરફ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે, જુઓ VIDEO

તપોવન. ઉત્તરાખંડ (Uttarakhand)ના તપોવન (Tapoval)માં ગ્લેશિયર (Glacier) તૂટવાના કારણે ભયાનક દુર્ઘટના થઈ છે. આ ત્રણ વીડિયોમાં તમે જોઈ શકશો કે દુર્ઘટના કેટલી ભયાનક હતી. મળતી જાણકારી મુજબ, ગ્લેશિયર ફાટવાથી ધૌલી નદીમાં પૂર આવી ગયું છે. તેના કારણે ચમોલી (Chamoli) થી હરિદ્વાર (Haridwar) સુધી ખતરો વધી ગયો છે.

સૂચના મળતા જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ચમોલી જિલ્લાના નદી કિનારાના રહેણાંક વિસ્તારોને પોલીસ લાઉડસ્પીકરથી એલર્ટ કરી રહ્યા છે. કર્ણપ્રયાગમાં અલકનંદા નદી કિનારે વસેલા મકાન ખાલી કરાવવામાં લાગી ગયા છે.

દરેક સ્થળે એલર્ટ જાહેર, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

સૂચના મળતા જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ચમોલી જિલ્લાના નદી કિનારાના રહેણાંક વિસ્તારોને પોલીસ લાઉડસ્પીકરથી એલર્ટ કરી રહ્યા છે. કર્ણપ્રયાગમાં અલકનંદા નદી કિનારે વસેલા મકાન ખાલી
કરાવવામાં લાગી ગયા છે.

પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યું કે ધૌલી નદીમાં પૂર આવ્યા બાદ સૂચના મળ્યા બાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ હરિદ્વાર જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કરી દીધું છે. તમામ પોલીસ સ્ટેશનો અને નદી કિનારે વસેલી વસ્તીને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઋષિકેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નદીથી બોટ સંચાલન અને રાફ્ટિંગ સંચાલકોને તાત્કાલિક હટવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો, ઉત્તરાખંડઃ તપોવનમાં ગ્લેશિયર તૂટ્યું, ચમોલીમાં પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન

પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યું કે ધૌલી નદીમાં પૂર આવ્યા બાદ સૂચના મળ્યા બાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ હરિદ્વાર જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કરી દીધું છે. તમામ પોલીસ સ્ટેશનો અને નદી કિનારે વસેલી વસ્તીને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઋષિકેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નદીથી બોટ સંચાલન અને રાફ્ટિંગ સંચાલકોને તાત્કાલિક હટવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
" isDesktop="true" id="1070159" >

દરેક સ્થળે જોવા મળી રહી છે તબાહી

મળતી માહિતી મુજબ, ગ્લેશિયર તૂટ્યા બાદ ડેમ ક્ષતિગ્રસ્ત થયો છે. જેના કારણે નદીમાં પૂર આવી ગયું છે. તપોવન બેરેજ પૂરી રીતે ધ્વસ્ત થયો છે. શ્રીનગરમાં પ્રશાસને નદી કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરી છે. ત્યાં નદીમાં કામ કરી રહેલા મજૂરોને પણ હટાવી દેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, યુવકે લિવ-ઇન પાર્ટનરની કરી હત્યા, લાશને દીવાલમાં ચણી દીધી- પોલીસ

પૂર બાદ હવે ધૌલી નદીનું સ્તર પૂરી રીતે રોકાઈ ગયું છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમ અનુસાર, ગઢવાલની નદીઓમાં પાણી વધી ગયું છે. કરન્ટ વધુ હોવાના કારણે લોકો ગુમ થયા હોવાનું કહેવાય છે.
First published:

Tags: Avalanche, Chamoli, Disaster, Flood, Glacier, Rescue, Rishiganga, River, ઉત્તરાખંડ