ચમોલી. ઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠ (Joshimath)માં ધૌલીગંગા નદીમાં ગ્લેશિયર તૂટ્યા (Glacier Tragedy) બાદ 100-150 લોકો ગુમ થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે NTPCના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rishiganga Power Project)ને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, પ્રશાસને ઘટનાની ભયાનકતા જોતાં તાત્કાલિક હેલ્પલાઇન નંબર (Helpline Number) જાહેર કરી દીધા છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (CM Trivendra Singh Rawat) એ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. તેઓએ ગ્લેશિયર દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. તેઓએ જણાવ્યું કે NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે.
Anyone requiring help can contact following emergency numbers -
1070, 1905 and 9557444486.
I thank state’s population in the affected regions for their cooperation and request everyone to maintain calm & not share unverified information on various platforms. #Uttarakhand
મહેરબાની કરી જૂનો વીડિયોથી અફવા ન ફેલાવો - મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પોતે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો, આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો મહેરબાની કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના નંબર 1070 કે 9557444486 પર સંપર્ક કરો. મહેરબાની કરીને ઘટના વિશેના જૂના વીડિયોથી અફવા ન ફેલાવો.
જવાનોની અનેક ટુકડીઓ તૈનાત
બીજી તરફ, દુર્ઘટના બાદ SDRFના 60થી વધુ જવાનોને અલગ-અલગ ટુકડીઓમાં ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. બીજી તરફ. NDRFની એક ટીમ પણ મોકલવામાં આવી છે. આ ટીમમાં 45 લોકો છે. આ ઉપરાંત પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી પણ NDRFની એક ટીમ રવાના થવાની છે.
ઉત્તરાખંડ દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજનૌર, ગઢમુક્તેશ્વર, કન્નોજ, બિઠુર, ફતહગઢ, મિર્ઝાપુર, બનારસ, પ્રયાગરાજ, ફર્રુખાબાદના જિલ્લા અધિકારીઓને એલર્ટ જાહેર કરવાનો નિર્દેશ આપ્યા છે. હાલ ગંગામાં બોટિંગ, નૌકા વિહાર સહિત ગ્રામ્ય જિલ્લાઓમાં લોકોને ગંગા કિનારે જતાં રોકી દેવામાં આવ્યા છે.
" isDesktop="true" id="1070179" >
નોંધનીય છે કે, જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસના વિસ્તરો વધુ પ્રભાવિત થયા છે. પ્રારંભિક માહિતી મુજબ, 10000 લોકોને પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં એ લોકો પણ છે જેઓ નદીના કિનારે વસતા હતા અને સાથોસાથ તે મજૂરો પણ છે જે ખો ડેમ ખાતે કામ કરી રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર