Home /News /national-international /ચમોલીના આ ‘લાલ ફૂલ’ કેન્સર સહિત અનેક બીમારી દૂર કરે છે, જાણો બુરાંશની ખાસિયત

ચમોલીના આ ‘લાલ ફૂલ’ કેન્સર સહિત અનેક બીમારી દૂર કરે છે, જાણો બુરાંશની ખાસિયત

ફાઇલ તસવીર

પારંપરિક ઉપયોગમાં બુરાંશના ફૂલોની પાંખડીઓનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. તેનો સ્વાદ ખાટ્ટો-મીઠ્ઠો હોય છે. અંદાજે તમામ ધાર્મિક કામોમાં દેવતાઓને બુરાંશના ફૂલ ચડાવવામાં આવે છે.

સોનિયા મિશ્રા, ચમોલીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં બુરાંશની લાલશ છવાઈ ગઈ છે, આ દૃશ્ય ખૂબ જ સુંદર છે અને પ્રકૃતિ પ્રેમીઓને તેમની તરફ આકર્ષે છે. આમ તો, બુરાંશનો રંગ લાલ હોય છે પરંતુ હવે સફેદ અને ગુલાબી બુરાંશ પણ જોવા મળે છે અને આ ફૂલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ ગણાતું બુરાંશ તેની સુંદરતા અને ઔષધિય ગુણો માટે પણ પ્રખ્યાત છે. આમ તો, બુરાંશ ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં માર્ચ-એપ્રિલમાં ખીલે છે. 1500થી 3600 મીટર સુધી તે જોવા મળે છે. આ ફૂલ તેની સુંદરતા જ નહીં તેના ઔષધિય ગુણો માટે પણ વિશ્વવિખ્યાત છે. તેથી તેને નેપાળનું રાષ્ટ્રીય ફૂલ ગણવામાં આવે છે.

નાગાલેન્ડ દ્વારા વર્ષ 1993માં બુરાંશના સૌથી ઊંચા વૃક્ષ (લંબાઈ 108 ફીટ) તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું, તે કોહિમામાં આવેલું છે. બુરાંશનું સામાન્ય વૈજ્ઞાનિક નામ રોડોડ્રેન્ડ્રોન આર્બોરિયમ છે. આ આફ્રિકાના જંગલો અને દક્ષિણી અમેરિકા સિવાય વિશ્વના તમામ વિસ્તારમાં જોવા મળે છે. ભારતની 93 ટકા પ્રજાતિઓ માત્ર હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં 72 ટકા દાર્જિલિંગ અને સિક્કિમ હિમાલયમાં મળે છે. બુરાંશની લગભગ 1025 પ્રજાતિ માત્ર એશિયામાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા, 8 દિવસમાં 300%નો વધારો

બુરાંશમાં અનેક ઔષધિય ગુણ


કર્ણપ્રયાગના રાજકીય સ્નાતકોત્તર મહાવિદ્યાલયમાં વનસ્પતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ઇન્દ્રેશ પાંડેય જણાવે છે કે, બુરાંશ ઔષધિય ગુણોને કારણે એક પ્રસિદ્ધ દવા અશોકારિષ્ટમાં વપરાય છે. સારી એન્ટિ-ઓક્સિડેન્ટ એક્ટિવિટીના સાથે સાથે બુરાંશમાં સારી એન્ટિ-ડાયબિટિક, એન્ટિ-ડાયરિલ તથા ડિપેટોપ્રોટિક્ટિવ એક્ટિવિટી હોય છે. બુરાંશને હિમોગ્લોબિન વધારવા, ભૂખ વધારવા, આયર્નની ઉણપ દૂર કરવા અને હૃદય સંબંધિત રોગમાં પણ વાપરવામાં આવે છે. આ બધા ઔષધિય ગુણોને કારણે બુરાંશમાંથી બનતી ઘણી દવા માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. તો બુરાંશનું ફૂલ હૃદય સંબંધિત બીમારીઓ અને કેન્સર જેવી ખતરનાક બીમારીની દવા બનાવવા માટે પણ કામ આવે છે.


પારંપરિક ઉપયોગની રીતે બુરાંશના ફૂલની પાંખડીઓનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. તેનો સ્વાદ ખાટ્ટો-મીઠો હોય છે. અંદાજે તમામ ધાર્મિક કાર્યોમાં દેવતાઓને બુરાંશના ફૂલ ચડાવવામાં આવે છે. બુરાંસના ફૂલ ઉત્તરાખંડમાં જ નહીં ભૂતાન, ચીન, નેપાળ, પાકિસ્તાન, થાઇલેન્ડ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે.
First published:

Tags: Flower, Good Health, Health News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો