Home /News /national-international /ચમોલીમાં SUV 700 મીટર ઉંડી ખીણમાં પડી, દુર્ઘટનામાં 2 મહિલા સહિત 12 લોકોના મોત

ચમોલીમાં SUV 700 મીટર ઉંડી ખીણમાં પડી, દુર્ઘટનામાં 2 મહિલા સહિત 12 લોકોના મોત

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા સહિત 10 પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા સહિત 10 પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી.

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત


મીડિયા રિપોર્ટ્સના અનુસાર, બોલેરો મેક્સ વ્હીકલ યુકે (076453) વાહનમાં લગભગ 16 લોકો સવાર હતા. અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ. 2 મહિલા સહિત 10 પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં રેપની ઘટના વધી; બીમાર પિતા માટે ઘી ખરીદવા ગયેલી યુવતી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો, 3 BSF જવાનો પણ સામેલ

જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જોશીમઠથી કિમાણા ગામ જઈ રહી હતી. લગભગ બપોરે 3:30 વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી. કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ મેક્સ ગાડી 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ.

ત્રણ દિવસ પહેલા સ્કૂલ બસ પલટી, 3ના મોત


તમને જણાવી દઈએ કે 14 નવેમ્બરે પણ ઉત્તરાખંડના સિતારગંજમાં એક મોટો રોડ અકસ્માત સામે આવ્યો હતો. જેમાં 55 બાળકો અને 6 સ્ટાફને લઈને સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સામેલ હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે 14 નવેમ્બરે બાળ દિન નિમિત્તે શાળાના તમામ બાળકો પિકનિક માટે ગયા હતા.
First published:

Tags: Chamoli, Road accident, Uttarakhand news