Home /News /national-international /

ઉત્તરાખંડ જળપ્રલય- અચાનક આવેલા પૂરમાં 150 લોકો તણાયા, 10 હજાર લોકો પ્રભાવિત થવાની આશંકા

ઉત્તરાખંડ જળપ્રલય- અચાનક આવેલા પૂરમાં 150 લોકો તણાયા, 10 હજાર લોકો પ્રભાવિત થવાની આશંકા

ગ્લેશિયર દુર્ઘટનાથી જોશીમઠની આસપાસ રેની ગામ અને નજીકના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત

ગ્લેશિયર દુર્ઘટનાથી જોશીમઠની આસપાસ રેની ગામ અને નજીકના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત

    ચમોલીઃ ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી (Chamoli)માં ગ્લેશિયર દુર્ઘટના (Glacier Accident) પર પોલીસ અને પ્રશાસને રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને કહ્યું કે તપોવન રૈણી ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rishiganga Power Project)ને ક્ષતિ પહોંચી છે, જેના કારણે નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે. આ કારણે અલકનંદા નદી કિનારા પર રહેતા લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક સુરક્ષિત સ્થળો પર જતા રહે. બીજી તરફ, કહેવામાં આવી રહ્યું છે કે જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. ઉત્તરાખંડ સરકારના ચીફ સેક્રેટરીએ આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર દુર્ઘટનામાં 100થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. આ પહેલા સ્થાનિક પ્રશાસને કહ્યું કે ઘટનામાં 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.

    પ્રારંભિક જાણકારી મુજબ, 10 હજાર લોકો પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે લોકો નદીના કિનારા પર રહેતા હતા. સાથોસાથ એવા મજૂરો પણ છે જેઓ ડેમ ખાતે કામ કરી રહ્યા હતા. આઇટીબીપી, ઉત્તરાખંડ પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે.

    આ પણ જુઓ, તપોવનમાં ‘જળપ્રલય’ - આ આ 3 વીડિયો દર્શાવી રહ્યા છે કેટલી ભયાનક છે ગ્લેશિયર દુર્ઘટના

    નોંધનીય છે કે, જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસના વિસ્તરો વધુ પ્રભાવિત થયા છે. પ્રારંભિક માહિતી મુજબ, 10000 લોકોને પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં એ લોકો પણ છે જેઓ નદીના કિનારે વસતા હતા અને સાથોસાથ તે મજૂરો પણ છે જે ખો ડેમ ખાતે કામ કરી રહ્યા હતા.

    NDRFની ચાર ટીમો થોડા સમયમાં ઘટનાસ્થળ પહોંચી જશે. પ્રારંભિક માહિતી મુજબ, ગ્લેશિયર તૂટવાથી ડેમને નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે ફ્લેશ ફ્લડ આવ્યું છે. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે.

    આ પણ વાંચો, ઉત્તરાખંડઃ તપોવનમાં ગ્લેશિયર તૂટ્યું, ચમોલીમાં પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડીએમ ચમોલી સાથેથી જાણકારી પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી સતત સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છવે. આ ઘટના પર મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ચમોલી જિલ્લાથી એક ડિઝાસ્ટરના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ આપદાનો સામનો કરવાનો આદેશ આપ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરુરી પગલા ભરી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Avalanche, Chamoli, Disaster, Flood, Glacier, Rescue, Rishiganga, River, ઉત્તરાખંડ

    આગામી સમાચાર