ચમોલી. ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી (Chamoli)માં ગ્લેશિયર તૂટવાથી મોટી દુર્ઘટના (Glacier Tragedy) બની છે. તેના કારણે NTPCના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rishiganga Power Project)ને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટમાં કામ કરી રહેલા લગભગ 40-50 મજૂરો તણાઈ ગયા છે. જેમને શોધવા માટે રેસ્યૂ જ ઓપરેશન (Rescue Operation) હાથ ધરવામાં આવી રહ્યા છે. ITBPના 100થી વધુ જવાનો રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રશાસને નીચલા વિસ્તારોમાં એલર્ટ (Flood Alert) જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ જોશીમઠના અધિકારીઓએ કહ્યું કે કુદરતના આ કહેરથી NTPCના પ્રોજક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે.
મળતી જાણકારી મુજબ, જોશીમઠ (Joshimath)થી 24 કિલોમીટર પૈંગ ગામ (Pang Village)થી ઉપર મોટું ગ્લેશિયર ફાટી (Glacier Burst) ગયું જેના કારણે ધોલી નદીમાં અચાનક પૂર આવી ગયું. તેના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન વહેણમાં આવતા ઝૂલા પુલને પણ નુકસાન પહોંચ્યું છે. NTPCની નિર્માણાધીન તપોવન વિષ્ણુગાઢ જળ વિદ્યુત પરિયોજના ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. પ્રશાસને અલકનંદા નદી અને ધૌલી નદીના કિનારે રહેનારા લોકોને એલર્ટ કરી દીધા છે, તેમને ત્યાંથી હટવા માટે કહેવામાં આવી રહ્યું છે.
જોશીમઠથી આગળ ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડીએમ ચમોલી સાથેથી જાણકારી પ્રાપ્ત કરી. મુખ્યમંત્રી સતત સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઘટના પર મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ચમોલી જિલ્લાથી એક ડિઝાસ્ટરના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ આપદાનો સામનો કરવાનો આદેશ આપ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરુરી પગલા ભરી રહી છે.
ઉત્તરાખંડ દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજનૌર, ગઢમુક્તેશ્વર, કન્નોજ, બિઠુર, ફતહગઢ, મિર્ઝાપુર, બનારસ, પ્રયાગરાજ, ફર્રુખાબાદના જિલ્લા અધિકારીઓને એલર્ટ જાહેર કરવાનો નિર્દેશ આપ્યા છે. હાલ ગંગામાં બોટિંગ, નૌકા વિહાર સહિત ગ્રામ્ય જિલ્લાઓમાં લોકોને ગંગા કિનારે જતાં રોકી દેવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર