Home /News /national-international /

VIDEO: હિમાચલમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, 7 લોકોનાં કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ

VIDEO: હિમાચલમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, 7 લોકોનાં કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ

હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માત

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આ અકસ્માત ખૂબ જ ભયાનક છે, કારણ કે, બસના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે.

    ચંબા : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. અહીં એક ખાનગી બસ અકસ્માત(Bus Accident)માં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે આ અકસ્માત થયો હતો. પોલીસે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે, 10 લોકો ઘાયલ થયા છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, ચંબાના તીસામાં કોલોની મોડ પાસે ભયાનક બસ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસમાં લગભગ 20-25 લોકો હતા. આ ખાનગી બસ બુંદેડીથી ચંબા તરફ જઈ રહી હતી, આ દરમિયાન તે વળાંક લેતા સમયે ઊંડી ખીણમાં ખાબકી હતી. પોલીસ અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 7 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

    આ પણ વાંચોસુરત : પ્રેમિકાએ બરબાદ કર્યો! પહેલા સાંભળ્યા ગમના ગીતો, પછી અંતિમ સિગારેટ પી યુવાને કર્યો આપઘાત

    અકસ્માતનું કારણ જાણી શકાયું નથી

    પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ડ્રાઇવરે વળાંક લેતા સમયે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાડામાં પડી ગઈ હતી. ફોટા જોઈ સ્પષ્ટ દેખાય છે કે, આ અકસ્માત ખૂબ જ ભયાનક છે, કારણ કે, બસના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે.



    આ પણ વાંચોરાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

    સીએમએ પુષ્ટિ આપી

    ચંબામાં મોટા અકસ્માત અંગે સીએમ જયરામ ઠાકુરનું નિવેદન આવ્યું છે. અત્યાર સુધીમાં તેઓએ 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સીએમએ કહ્યું કે, 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ડીસી અને એસપી સ્થળ પર જવા રવાના થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકર અને ચુરાહ ધારાસભ્ય હંસ રાજને પણ આ ઘટના અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bus accident

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन