Home /News /national-international /હિમાચલમાં વધુ એક બ્રિજ તૂટ્યો: બે દિવસમાં બીજી મોટી ઘટના, સમગ્ર દેશ સાથે સંપર્ક કપાયો

હિમાચલમાં વધુ એક બ્રિજ તૂટ્યો: બે દિવસમાં બીજી મોટી ઘટના, સમગ્ર દેશ સાથે સંપર્ક કપાયો

હિમાચલમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો

પ્રાપ્ત વિગતો અનુસાર, ચંબા અને ભરમૌરને જોડનારા નેશનલ હાઈવે 154A પર બનેલો આ પુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. રાવી નદીની નજીકમાં આવેલ ચિરચિન્ડ નાળા પર આ પુલ બનેલો હતો.

ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તૂટ્યો છે. ચંબાના જનજાતિય વિસ્તાર ભરમૌરમાં આ પુલ જમીનદોસ્ત થયો અને હવે આ વિસ્તાર બાકીની દુનિયાથી અલગ થઈ ગયો છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. પણ બે દિવસમાં ચંબામાં અહીં બીજો પુલ તૂટ્યો છે. આ અગાઉ ભરમૌર હોલીના ચોલીનો પુલ ઓવરલોડ ટ્રકના કારણે તૂટી ગયો હતો.

આ પણ વાંચો: Morbi bridge collapse: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર

bridge collapsed in chamba શનિવારે પહાડી ધસવાના કારણે આ પુલ પર પડ્યો અને પુલ તૂટ્યો. હાલમાં ભરમૌરના લોકો ભરમૌરમાં અને ભરમૌર જનારા લોકો હવે લૂણામાં ફસાઈ ગયા છે. વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે.


હિમાચલના ચંબા જિલ્લાના ભરમૌરમાં પણ ગત રોજ વૈલી બ્રિજ તૂટ્યો હતો. ઘટના દરમિયાન બે મોટા ટ્રક નાળામાં પડ્યા હતા. જ્યારે એક કાર પુલ નજીક નીચે લટકી ગઈ હતી. ઘટનામાં એક યુવકનું મોત પણ થઈ ગયું. જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો હતો. પુલ પર ક્ષમતા કરતા વધારે ટ્રક પસાર થતાં આ દુર્ઘટના થઈ હતી.
First published:

Tags: Bridge, Himachal

विज्ञापन