Home /News /national-international /હિમાચલમાં મોરબી જેવી દુર્ઘટના: ક્ષમતા કરતા વધારે વાહનો પસાર થતાં બ્રિજ તૂટ્યો, 1નું મોત

હિમાચલમાં મોરબી જેવી દુર્ઘટના: ક્ષમતા કરતા વધારે વાહનો પસાર થતાં બ્રિજ તૂટ્યો, 1નું મોત

ભરમૌર ચંબા વૈલી બ્રિજ તૂટ્યો

પુલ તૂટવાથી નવ પંચાયતની 25 હજાર જેટલી વસ્તીનો સંપર્ક ભરમૌર અને ચંબાથી કપાઈ ગયો છે. ભરમૌરના ધારાસભ્ય ડો. જનક રાજે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સાથે જ કહ્યુ કે, તેમણે લોક નિર્માણ વિભાગના અધિકારીઓને આ પુલને ફટાફટ શરુ કરવાના આદેશ આપ્યા છે.

વધુ જુઓ ...
ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક સ્પેન બ્રિજ તૂટવાથી એક યુવકનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય એક ઘાયલ છે. જ્યારે પુલ તૂટ્યો ત્યારે તેના પર બે મોટા ટ્રક અને ઓલ્ટો કાર પસાર થઈ રહી હતી, જે નાળામાં જઈને પડી છે. જેનાથી દુર્ઘટના થતાં એક યુવકનું મોત થઈ ગયું છે. ઘટના બાદ મોડી રાત સુધી રાહત અને બચાવ અભિયાન ચલાવામાં આી રહ્યું હતું અને ઘાયલ યુવકને હોસ્પિટલે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Vadodara: 24 વર્ષના છોકરોનું ટુ-વ્હીલર સ્લીપ થતા બ્રિજ પરથી નીચે પટકાયો, પ્રાણપંખેરું ઉડી ગયું

પ્રાપ્ત વિગતો અનુસાર, ચંબાના ખડામુખ હોલી માર્ગ પર ચૌલી નાળા પર આ બૈલી બ્રિજ બનેલો છે. શુક્રવારે રાતના બે વાહન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુલ તૂટી ગયો અને નાળામાં જઈને વાહનો પડ્યા હતા. ભારે મથામણ બાદ આ વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે, તેની ઓળખાણ સુભાષ ચંદ્ર પુત્ર પ્રિતમ ચંદ ગામ માંડો તાલુકાના ભરમૌર અને ઘાયલ યુવક વિવેક ઠાકુરના પુત્ર સોમરાજ બનીખેત ગામનો હોવાનો કહેવાય છે.

પુલ તૂટવાથી નવ પંચાયતની 25 હજાર જેટલી વસ્તીનો સંપર્ક ભરમૌર અને ચંબાથી કપાઈ ગયો છે. ભરમૌરના ધારાસભ્ય ડો. જનક રાજે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સાથે જ કહ્યુ કે, તેમણે લોક નિર્માણ વિભાગના અધિકારીઓને આ પુલને ફટાફટ શરુ કરવાના આદેશ આપ્યા છે.

પુલની ક્ષમતાથી વધારે ભાર


કહેવાય છે કે, વૈલી બ્રિજની ક્ષમતા 9 ટનની આસપાસ હતી. પણ ઘટના દરમિયાન બે મોટા ટ્રક અને એક કાર તેના પરથી પસાર થઈ રહી હતી. ક્ષમતાથી વધારે ભાર હોવાના કારણે આ પુલ તૂટ્યો છે. ઘટના દરમિયાન ખાનગી ગાડી એડિટ થ્રીથી કાળમાળ ભરીને ચૌલી પુલથી થઈને કુઠેડના ડૈમ સાઈટમાં ક્રશર પ્લાન્ટ તરફ જઈ રહી હતી. ઘટના બાદ ફાયર વિભાગની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને ભરમૌર પ્રશાસનની સંયુક્ત ટીમ પહોંચી હતી.
First published:

Tags: Bridge, Himachal News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો