Home /News /national-international /ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટરી અંગે સરકાર સામે સુપ્રીમમાં પડકાર, જાણો શું કહે છે PIL
ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટરી અંગે સરકાર સામે સુપ્રીમમાં પડકાર, જાણો શું કહે છે PIL
BBC ડોક્યુમેન્ટરી વિવાદ
BBC Documentary Controversy: સુપ્રીમ કોર્ટ (Supreme Court) 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી (BBC Documentary) ફિલ્મને બ્લોક કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે.
નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી (BBC Documentary) ફિલ્મને બ્લોક કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સોમવારે સુનાવણી કરશે. સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે પીઢ પત્રકાર એન રામ અને કાર્યકર્તા વકીલ પ્રશાંત ભૂષણ તરફથી વકીલ એમએલ શર્મા અને વરિષ્ઠ વકીલ સીયુ સિંઘની રજૂઆતોની નોંધ લીધી હતી. આ મુદ્દે તેમની અલગ-અલગ PILને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરવામાં આવી હતી.
કાર્યવાહીની શરૂઆતમાં એડવોકેટ શર્મા, જેમણે તેમની વ્યક્તિગત રીતે PIL દાખલ કરી છે, તેમણે અરજીનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. ખંડપીઠમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ કહ્યું કે, તે સોમવારે લિસ્ટ થશે. શર્માએ કહ્યું હતું કે, લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, તેથી તેને તાત્કાલિક સૂચિબદ્ધ કરવી જોઈએ.
ત્યારબાદ વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંઘે રામ અને ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કથિત રીતે કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને રામ અને ભૂષણ દ્વારા કરાયેલા ટ્વીટને કાઢી નાખવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, અજમેરમાં બીબીસી ડોક્યુમેન્ટરી સ્ટ્રીમ કરવા બદલ વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. શર્માએ ડોક્યુમેન્ટરીને અવરોધિત કરવાના કેન્દ્રના નિર્ણય સામે પીઆઈએલ દાખલ કરી, આરોપ લગાવ્યો કે તે 'દૂર્ભાગ્યપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય' છે.
PIL શું ઈચ્છે છે?
PILએ સર્વોચ્ચ અદાલતને બીબીસી દસ્તાવેજી - ભાગ I અને II બંનેને સમન્સ અને તેની તપાસ કરવા વિનંતી કરી હતી. 2002ના ગુજરાત રમખાણો માટે જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જવાબદાર હતા તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. શર્માએ જણાવ્યું હતું કે, તેમની PILમાં તેમણે બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે અને તે સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે, શું નાગરિકોને કલમ 19(1)(2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે કે નહીં.
તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના 21 જાન્યુઆરી, 2023ના આદેશને ગેરકાયદેસર, દૂર્ભાગ્યપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમણે આ આદેશને રદ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બીબીસી ડોક્યુમેન્ટરીમાં "રેકોર્ડ કરેલા તથ્યો" છે જે "પુરાવા" પણ છે અને તેનો ઉપયોગ પીડિતોને ન્યાય અપાવવા માટે થઈ શકે છે. 21 જાન્યુઆરીના રોજ, કેન્દ્રએ વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ની લિંક શેર કરતી અનેક યુટ્યુબ વિડીયો અને ટ્વિટર પોસ્ટ્સને બ્લોક કરવાની સૂચનાઓ જાહેર કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર