નવી દિલ્હી : કૃષિ કાનૂનો (Agriculture Laws)સામે વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતોએ શનિવારે દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચક્કા જામ કરવાની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કા જામ કરાશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે ચક્કા જામની અસર દિલ્હીમાં પણ નહીં થાય. ચક્કા જામ દરમિયાન ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ વગેરેને રોકવામાં આવશે નહીં.
હરિયાણા પોલીસે કિસાન સંગઠનો દ્વારા શનિવારે દેશવ્યાપી ચક્કા જામ પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. પોલીસે જાહેર કરેલ આધિકારિક પત્રના મતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ સ્થાન પર સુરક્ષાની વ્યવસ્થા કરવા અને જિલ્લા પોલીસ પ્રમુખોને પુરતા કર્મચારીઓની નિમણૂક સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં 26 જાન્યુઆરીની ઘટનાને ધ્યાનમાં રાખી કેટલાક અસામાજિક તત્વો અને આક્રમક યુવાઓ દ્વારા કાનૂન વ્યવસ્થામાં ગરબડ ઉભી કરવાની આશંકાથી ઇન્કાર કરી શકાય નહીં.
સંયુક્ત કિસાન મોરચાએ 6 ફેબ્રુઆરીએ ચક્કા જામનો કોલ આપ્યો છે. આ સંબંધમાં મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ કાર્યક્રમમાં જનતા પાસે સહયોગની કરવાની અપીલ કરીએ છીએ.
1. દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવામાં આવશે
2. ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ વગેરેને રોકવામાં આવશે નહીં.
3. ચક્કા જામ પૂરી રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. પ્રદર્શનકારીઓને નિર્દેશ આપવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન કોઈપણ અધિકારી, કર્મચારીઓ કે સામાન્ય નાગરિકો સાથે કોઈપણ ટકરાવમાં સામેલ ના થાય.
4.દિલ્હી-એનસીઆરમાં કોઈ ચક્કા જામનો પ્રોગ્રામ નહીં હોય કારણ કે બધા વિરોધ સ્થળ પહેલા જ ચક્કા જામ મોડમાં છે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે બધા રસ્તા ખુલ્લા રહેશે.
5. બપોરે 3 કલાકે 1 મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડ઼ૂતોની એકતાનો સંકેત આપીને ચક્કા જામ કાર્યક્રમ પૂરો થશે. અમે જનતાને પણ અપીલ કરીએ છીએ કે તે અન્નદાતા સાથે પોતાનું સમર્થન અને એકજુટતા વ્યક્ત કરવા આ કાર્યક્રમમાં સામેલ થાય.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર