નીરવ મોદીની ધરપકડ અંગે હોંગકોંગ લઇ શકે છે નિર્ણય: ચીન

 • Share this:
  ચીને સોમવારે કહ્યું કે હોંગકોંગ સ્થાનિક કાયદા અને પારસ્પરિક ન્યાયિક સહાયતા સમજૂતીના આધારે હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરવાની ભારતની વિનંતીનો સ્વિકાર કરી શકે છે.

  વિદેશ રાજ્ય મંત્રી વી. કે. સિંહે ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે, હોંગકોંગના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજિયન (HKSAR)ની સરકારને નીરવ મોદીની ધરપકડ કરવા કહેવામાં આવ્યું છે. અહીં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સરકાર છે. ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગેને આ બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે, ભારત જો HKSARને યોગ્ય વિનંતી કરશે તો HKSAR દ્વારા મૂળભૂત કાયદા અને ભારત સાથેના જ્યુડિશિયલ કરારને આધારે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

  નોંધનીય છે કે પીએનબી કૌભાંડમાં બેન્કનું ઓડિટ કરનાર 12થી વધુ ઓડિટર્સની સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા પૂછપરછ કરવામાં આવશે. મુખ્ય વિજિલન્સ કમિશનર કે. વી. ચૌધરીએ કહ્યું હતું કે ડઝનથી વધુ ઓડિટર્સ દ્વારા બેન્કના હિસાબોનું ઓડિટિંગ કરાયું છે. આ તમામને બેન્કના નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરાશે.

  જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ નેશનલ બેંકમાં 12,700 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદી હોંગકોંગમાં છે. બેઇજીંગ ઉપરાંત હોંગકોંગમાં પણ નીરવ મોદીની દુકાન છે.
  Published by:Kaushal Pancholi
  First published: