સ્કૂટી ઉપર જતી મહિલાઓ સાથે લૂંટ, ઝપાઝપી કરી મહિલાની ચેઈન લૂંટી, live video viral

સીસીટીવી પરથી તસવીર

chain snatching in gwalior: મહિલા સાથે ચેન ખેંચવા માટે ઝગડો કર્યો હતો (fight for chain snatching) અંતે તસ્કરોને ચેન ખેંચવામાં સફળતા પ્રાપ્ત થાય છે. અને તે સમયે તેમના હાથમાં કેટલાક હથિયાર નજર આવે છે. આ ઘટનાને અંજામ આપી બને ચોર નાશી છૂટ્યા હતા.

  • Share this:
    Gwalior chain snatching: મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચિંક (chain snatching) થવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે મધ્ય પ્રદેશના (Madhya Pradesh news) ગ્વાલિયરમાં (chain snatching in Gwalior) પણ આવી જ એક ઘટના બની હતી. અહીં એક મહિલા સ્કૂટી ચલાવતી હતી તે દરમિયાન ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને હતી અને ત્યારબાદ ત્યાંથી બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ (cctv) થઈ ગઈ છે. આ અંગે પોલીસને (police) જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.

    પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સામે આવ્યું છે કે બે મહિલા સ્કૂટી ચલાવી જઈ રહી હતી. દરમિયાન અચાનક એક યુવક રસ્તા પર જતી મહિલાની સામે આવી ચેઇન ચોરી કરવાની કોશીશ કરી રહ્યાં હતાં.

    વીડિયોમાં નજર આવે છે કે તે મહિલા સાથે ચેન ખેંચવા માટે ઝગડો કરી રહ્યાં હતાં. અંતે તસ્કરોને ચેન ખેંચવામાં સફળતા પ્રાપ્ત થાય છે. અને તે સમયે તેમના હાથમાં કેટલાક હથિયાર નજર આવે છે. આ ઘટનાને અંજામ આપી બને ચોર નાશી છૂટ્યા હતા.

    દિવસમાં ઘટેલ ઘટનાનો વીડિયો વાયરલ થતાં છે. ગ્વાલિયરના પદવ -પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્સ્પેક્ટર, વિવેક અસ્થાનાએ કહ્યું હતું કે, 'મહિલા તેનાં દીકરાને ટ્યૂશનમાં મુકવા જઈ રહી હતી તે દરમિયાન બે તસ્કરો દ્વારા ચેન ખેંચી લેવાયો હતો. તસ્કરો વિરુદ્ધ અમારી પાસે સબુત છે, પોલીસ દ્વારા ચોરોને બંને તેટલી જલ્દી ગિરફ્તાર કરી લેવાશે.



    ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા ગુજરાતના સુરતમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડવાની ઘટના બની હતી. જોકે, મહિલાએ બહાદૂરીથી સામનો કરીને ચેઇન સ્નેચરોને શબક શીખવાડ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં પોદાર રેસીડેન્સી પાસેથી એક મહિલા પસાર થઇ રહી હતી. એકલી પસાર થતી મહિલાને જોઈને ૩ ચેઈન સ્નેચિંગ કરનારા ઈસમો તેના ઉપર નજર રાખીને બેઠાં હતા. મહિલા રસ્તામાંથી પસાર થતી વખતે આસપાસ અન્ય કોઇ રાહદારી કે વ્યક્તિ ઊભો ન દેખાતા લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.

    આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

    આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

    પસાર થતી મહિલાની આગળ ઊભા રહીને ગળામાં ચેઈન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતાં મહિલાએ હિંમતભેર સામનો કર્યો હતો. જેથી એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે ભાગી જવામાં સફળ થયા હતા.ચેઈન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
    Published by:ankit patel
    First published: