ગંગાની રક્ષા માટે IIT પ્રોફેસરના મોત બાદ કેન્દ્રએ કહ્યું, અમે લગભગ બધી માંગો સ્વીકારી હતી

ફાઇલ તસીવર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી સાનંદના નિધઉ ઉપર દુઃખ વ્યક્ત કરીને ટ્વીટમાં કહ્યું હતું કે, શિક્ષણ, પર્યાવરણ અને ખાસ ગંગાના સંરક્ષણને લઇને તેમનો જુસ્સાને હંમેશા માટે યાદ કરવામાં આવશે.

  • Share this:
    ગંગાની રક્ષા માટે વધુ એક સંતે પોતાનું બલિદાન આપ્યું છે. વૈજ્ઞાનિકથી સંત બનેલા અનશનરત સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનું ગુરુવારે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. સ્વામી સાનંદ છેલ્લા 111 દિવસોથી ગંગાની રક્ષા માટે અને પોતાની માંગણીઓને લઈને હરિદ્વારના માતૃ સદન આશ્રમમાં ઉપવાસ કરી રહ્યા હતા. તેમની બગડી રહેલી તબિયતને જોતા બુધવારે તેમને પ્રશાસને જબરજસ્તી ઉપવાસમાંથી ઉઠાડી ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી સાનંદના નિધઉ ઉપર દુઃખ વ્યક્ત કરીને ટ્વીટમાં કહ્યું હતું કે, શિક્ષણ, પર્યાવરણ અને ખાસ ગંગાના સંરક્ષણને લઇને તેમનો જુસ્સાને હંમેશા માટે યાદ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કેઆ પહેલા કેન્દ્ર સરકાર તરફથી આશ્વાસન લઇને પહોંચેલા હરિદ્વાર સાંસદ રમેશ પોખરિયાલ નિશંકએ ઉપવાસ તોડવા માટે વિનંતી કરી હતી જોકે તેમણે માનવાનો ઇન્કાર કરી દીધો હતો. જ્યારે સાનંદના નિધન ઉપર પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે અગ્રવાલની લગભગ બધી માંગણીઓને સ્વીકારાઇ હતી. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, " અમે (ગંગા સફાઇને લઇને) તેમની લગભગ બધી જ માંગો માની લીધી છે.

    તેમની એક માંગ પર્યાવરણ સંરક્ષણ સુનિશ્વિત કરવાને લઇને હતી. અને આના ઉપર નોટિફિકેશન પણ રજૂ કર્યું હતું. " આ વચ્ચે ગંગા સંરક્ષણને લઇને સ્વામીના પ્રાણ ત્યાગ્યા પછી માતૃસદનના પ્રમુખ પરમાધ્યક્ષ સ્વામી શિવાનંદે તેમના નિધનને હત્યા ગણાવી છે. તેમના મોત માટે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે.

    સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદે એમ્સમાં જ ગુરુવારે સવારે 6.45 કલાકે હસ્તલિખિત પ્રેસ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે પોતાના ઉપવાસ યથાવત્ રાખવા માટે એમ્સના ડોક્ટરો દ્વારા સહયોગકરતા તેમનો આભાર માન્યો હતો.

    સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદે લખ્યું હતું કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેમની સામે જીવન બચાવવા માટે ફોર્સ ફીડિંગનો એકમાત્ર વિકલ્પ છે. ડોક્ટરોની સલાહ પર સાનંદે 500 એમએલ તરલ એર ડ્રિપ દ્વારા લેવા પર સહમતિ આપી હતી.

    ગંગાની સ્વચ્છતા જાળવી રાખવા માટે પોતાની માંગણીને લઈને કાનપુર આઈઆઈટીના પૂર્વ પ્રોફેસર જીડી અગ્રવાલ ઉર્ફે સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ હરિદ્વારના માતૃ સદન આશ્રમમાં 22 જૂનથી ઉપવાસ પર હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી, સાંસદોએ આવીને તેમને ઉપવાસ ખતમ કરવા વિનંતી કરી હતી પણ સ્વામી ગંગા માટે સંસદમાં કાયદો બનાવવા સુધી ઉપવાસ ખતમ કરવા તૈયાર ન હતા.

    સ્વામી સાનંદના નિધનથી માતૃ સદનના સ્વામી શિવાનંદ સ્વામી ગુસ્સે ભરાયા હતા. તેમણે સાનંદની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હરિદ્વારના અધિકારી અને એમ્સના નિર્દેશક સ્વામીની હત્યા માટે જવાબદાર છે.
    Published by:ankit patel
    First published: