ન્યૂઝ18 ગુજરાતી : વિદેશ મંત્રાલયે તે અમેરિકન રિપોર્ટને પાયાથી ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી રહી છે. વિદેશ મંત્રાલયે રવિવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે ભારતને પોતાની ધર્મનિરપેક્ષ શાખ પર વર્ગ છે, તે સહિષ્ણુતા અને સમાવેશનની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની સાથે સૌથી મોટા લોકતંત્ર અને બહુલતાવાદી સમાજના રૂપમાં સ્થિત છે.
મંત્રાલયે કહ્યું કે, ભારતીય બંધારણ પોતાના લઘુમતી સમુદાયો સહિત પોતાના તમામ નાગરિકોના મૌલિક અધિકારીની ગેરન્ટી આપે છે. અમે અમારા નાગરિકોના બંધારણીય રીતે સંરક્ષિત અધિકારોમાં કોઈ અન્ય દેશનો હસ્તક્ષેપ સહન નહીં કરીએ.
મૂળે, અમેરિકના વિદેશ વિભાગે પોતાના વાર્ષિક 2018 આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં આરોપ લગાવ્યો કે સત્તારૂઢ ભાજપના કેટલાક સીનિયર અધિકારીઓએ લઘુમતી સમુદાયોની વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હિંસક ચરમપંથી હિન્દુ સમૂહો દ્વારા લઘુમતી સમુદાયો, વિશેષ રીતે મુસલમાનોની વિરુદ્ધ ભીડથી હુમલા સમગ્ર વર્ષ ચાલુ રહ્યા.
પોમ્પેયોના પ્રવાસ પહેલા આવ્યો રિપોર્ટ
નોંધનીય છે કે, આ રિપોર્ટ અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ આર. પોમ્પેયોના ભારત પ્રવાસ પહેલા આવ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રીની સાથે વાતચીત કરશે અને ભારત સરકારના અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે.
આ રિપોર્ટ પોમ્પેયોએ જ જાહેર કર્યો હતો. યહુદી વિરોધી ગતિવિધિઅઓ પર નજર રાખવા અને તેની સામે લડવા માટે વિશેષ દૂત તથા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાર્યાલયના પ્રમોશનની જાહેરાત કરતાં તેઓએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિમાં ધાર્મિક સ્વતંત્રતાને નવી બુલંદી આપી છે.
પોમ્પેયોએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર 2018ના રિપોર્ટને જાહેર કરતાં કહ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિદેશ નીતિમાં અભૂતપૂર્વ રીતે ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર