રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટનાં જજો ન્યાય ન આપી શકે તો નોકરી છોડી દે: RSS નેતા

News18 Gujarati
Updated: November 28, 2018, 1:03 PM IST
રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટનાં જજો ન્યાય ન આપી શકે તો નોકરી છોડી દે: RSS નેતા
સંઘનાં નેતા ઇન્દ્રેસ કુમાર

"અયોધ્યામાં જે રામ મંદિર બનશે એ વિશેષ હોવુ જોઇએ. જેમ ખ્રિસ્તીઓ માટે વેટિકન છે, મુસ્લિમો માટે કાબા છે અને શીખો મટે ગોલ્ડન ટેમ્પલ છે તેમ હિંદુઓ માટે રામ મંદિર હોવુ જોઇએ."

  • Share this:
2019ની લોકસભાની ચૂંટણી આવતા ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલી સંઘ પરિવારની સંસ્થાઓએ રામ મંદિરનાં માધ્યમથી સુપ્રિમ કોર્ટ તરફ નિશાન તાંક્યુ છે.
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS)નાં નેતા ઇન્દ્રેસ કમારે સુપ્રિમ કોર્ટ સીધો હુમલો કરતા કહ્યું કે, સરકાર રામ મંદિર બનાવવા માટૈ તૈયાર છે અને આ માટે અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેમાં બે-ત્રણ જજોને આ મામલે ન્યાય ન આપવો હોય તો તેઓ નોકરી છોડી દેવી જોઇએ. પણ તેઓ રામ મંદિરને બનતા રોકી શકશે નહીં.

ઇન્દ્રેસ કુમારે દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર મામલે કાયદો બનાવવાનું આયોજન કરી રહી છે પણ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં કારણે આચારસંહિતા લાગેલી છે એટલા માટે સરકાર ચૂપ બેઠેલી છે. જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો કંઇ દેશ સળગી નથી જવાનો. ટ્રીપલ તલાકનાં મુદ્દે અમે એ જોયુ છે.”

સંઘ પરિવારનાં સિનીયર નેતા અને રાષ્ટ્રિય કારોબારીનાં સભ્ય એવા ઇન્દ્રેસ કુમારે સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પર પ્રહાર કરતા કહેયું કે, મેં કોઇ ન્યાયાધીશોનાં નામ લીધા નથી પણ આ દેશનાં 125 કરોડ લોકો એ નામો જાણે છે. ત્રણ ન્યાયધીશોની ખંડપીઠે અયોધ્યા મુદ્દાને લાંબો ચલાવ્યો છે અને તેને સન્માન આપ્યુ નથી”.

આ પણ વાંચો : અયોધ્યામાં રામમંદિર મુદ્દે હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે: ભાજપનાં નેતા બોલ્યા

સંઘનાં નેતાએ વધુમાં દાવો કર્યો કે, દેશમાં આ બે-ત્રણ ન્યાયાધીશો સામે ગુસ્સો વધી રહ્યો છે અને આ ન્યાયાધીશોએ વિચારવું જોઇએ કે તેમણે ન્યાયાધીશ તરીકે રહેવું છે કે નહીં ? અને જો તેઓ ન્યાય આપવા માટે તૈયાર ન હોય તો તેમણે રાજીનામાં આપી દેવા જોઇએ”.આ પણ વાંચો : અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડનારા બે યુવકો મુસ્લિમ કેમ બની ગયા?

થોડા દિવસો પહેલા રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો પણ સુપ્રિમ કોર્ટની ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી હતી. સુપ્રિમ કોર્ટનાં આ આદેશ સામે ભાજપ અને સમગ્ર સંઘ પરિવાર મેદાને આવી ગયો છે અને અપ્રત્યક્ષ રીતે સુપ્રિમ કોર્ટ સામે નિશાન તાંકી રહ્યા છે અને હવે તો ન્યાયાધીશો પર આરોપ કરવાની શરૂઆત થઇ ગઇ છે.

ઇન્દ્રેસ કુમારે વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં જે રામ મંદિર બનશે એ વિશેષ હોવુ જોઇએ. જેમ કે, ખ્રિસ્તીઓ માટે વેટિકન છે, મુસ્લિમો માટે કાબા છે અને શીખો મટે ગોલ્ડન ટેમ્પલ છે. આવી જ રીતે, રામનું જન્મસ્થાન એક જ જગ્યાએ છે.”

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડના વકીલે કહ્યું, ‘હિન્દુ તાલિબાને’ તોડી બાબરી મસ્જિદ
First published: November 28, 2018, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading