કેન્દ્ર સરકારનો નિર્ણય, જમ્મુ કાશ્મીરથી તાત્કાલિક પાછા બોલાવવામાં આવશે 10 હજાર સુરક્ષાબળ

પ્રતિકાત્મક તસવીર

ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોની નિમણૂકની સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત (Central Goverment) પ્રદેશ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)થી 10,000 અર્ધસૈનિક બળોને (Paramilitary Forces)પાછો બોલવવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય (Home Ministry)દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં (Union Territory) કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોની નિમણૂકની સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે કુલ 100 સીએપીએફની કંપનીઓને તાત્કાલિક પ્રભાવથી પાછા બોલાવવાનો નિર્દેશ મળ્યો છે. આ કંપનીઓ ગત વર્ષે આર્ટિકલ 370ના હટ્યા પહેલા કેન્દ્ર સરકારના નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં નિયુક્ત કરવામાં આવી હતી. હવે આ કંપનીઓને પાછી તેમના બેસ લોકેશન પર મોકલવામાં આવશે.

  નિર્દેશો પ્રમાણે આ સપ્તાહ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની (Central Reserve Police Force)કુલ 40 કંપનીઓ અને કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા બળ (Central Industrial Security Forces),સીમા સુરક્ષા બળ (Border Security Force)અને સશસ્ત્ર સીમા બળની 20 કંપનીઓ જમ્મુ કાશ્મીરમાંથી પાછી બોલાવવામાં આવશે. એક સીએપીએફ કંપનીમાં લગભગ 100 કર્મીઓના પરિચાલનની ક્ષમતા હોય છે.

  આ પણ વાંચો - કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે

  ગૃહ મંત્રાલયે આ વર્ષે મે માં કેન્દ્રશાસિત પ્રદેશથી લગભગ 10 સીએપીએફ કંપનીઓને પાછી બોલાવી હતી. નવીનતમ ડી-ઇંડિકેશન સાથે કાશ્મીર ઘાટીમાં સીઆરપીએફ પાસે લગભગ 60 બટાલિયન (દરેક બટાલિયનમાં લગભગ 1000 કર્મચારી)ની તાકાત હશે.

  કેન્દ્ર સરકારે ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો પાછો લઈ લીધો હતો. આ સાથે જ કેન્દ્રએ આર્ટિકલ 370ના મોટાભાગની જોગવાઈને ખતમ કરી દીધી હતી. સાથે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજીત કરી દીધા હતા. તે સમયે ઘાટીમાં શાંતિપૂર્ણ મોહાલ બનાવી રાખવા માટે કેન્દ્ર સરકારે વધારાની સુરક્ષાબળોની નિમણૂક કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: