31 મે બાદ ફરીથી બે સપ્તાહ લંબાવાઈ શકે છે લૉકડાઉન, આ 11 શહેરો પર રહેશે ફોકસ

News18 Gujarati
Updated: May 27, 2020, 3:57 PM IST
31 મે બાદ ફરીથી બે સપ્તાહ લંબાવાઈ શકે છે લૉકડાઉન, આ 11 શહેરો પર રહેશે ફોકસ
અમદાવાદ, સુરત સહિતના શહેરો પર રહેશે ખાસ ફોકસ, ધાર્મિક સ્થળો અંગે રાજ્ય સરકારો લઈ શકશે નિર્ણય

અમદાવાદ, સુરત સહિતના શહેરો પર રહેશે ખાસ ફોકસ, ધાર્મિક સ્થળો અંગે રાજ્ય સરકારો લઈ શકશે નિર્ણય

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 31 મે બાદ બે સપ્તાહ માટે ફરીથી લૉકડાઉન (Lockdown) વધારી શકે છે. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની ગતિને ઓછી કરવા માટે લંબાવામાં આવી રહેલા લૉકડાઉનનું સ્વરૂપ અલગ હોઈ શકે છે અને તેમાં પહેલાની તુલનામાં વધુ છૂટ આપવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના એક સિનીયર અધિકારીએ આગામી ચરણને ‘ભાવનાત્મક રતે લૉકડાઉનનું એક્સટેન્શન’ના રૂપમાં વર્ણિત કર્યું, અને કહ્યું કે વધુ ફોકસ 11 શહેરો પર હશે જ્યાં દેશના કોવિડ-19 (Covid-19)ના 70 ટકા કેસો છે.

આ શહેરોમાં 6 મોટા મહાનગર દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, અમદાવાદ અને કોલકાતા છે. આ ઉપરાંત પુણે, થાણે, જયપુર, સુરત અને ઈન્દોર પણ સામેલ છે.

ધાર્મિક સ્થળો અંગે રાજ્ય સરકારો લઈ શકશે નિર્ણય

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 11 શહેરો અને નગરોમાં કન્ટેનમેન્ટ ઝોન ઘટાડી શકાય છે. લૉકડાઉનના ચોથા ચરણની જાહેરાત પહેલા 30 કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા જેની સંખ્યા હવે ઓછી થઈ શકે છે. રાજ્યોને ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી શકે છે. જોકે કોઈ પણ પ્રકારના આયોજન કે પર્વ ઉજવવાની મંજૂરી નહીં મળે.

આ પણ વાંચો, ભારતના બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ચીનના પેટમાં તેલ રેડાયું, લદાખમાં ઘર્ષણનું આ છે કારણ!

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને દોઢ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાના કેસ 14 દિવસમાં બમણા થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં 151,767 લોકો સંક્રમિત છે. બીજી તરફ દેશમાં મોતનો આંકડો પણ છેલ્લા 16 દિવસમાં બમણો થઈને 4,337 થઈ ગયો છે.આ પણ વાંચો, ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

 
First published: May 27, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading