Home /News /national-international /

પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં કેન્દ્ર, રામ નવમી હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ

પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં કેન્દ્ર, રામ નવમી હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ

ઇસ્લામિક સંગઠન પીએફઆઈ પર પહેલા જ ઘણા રાજ્યોમાં પ્રતિબંધ છે. જોકે સરકાર હવે એક કેન્દ્રીય નોટિફિકેશનના માધ્યમથી સંગઠન પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહી છે (તસવીર - (PTI/File)

popular front of india - કેન્દ્રએ કહ્યું કે પ્રતિબંધ સાથે જોડાયેલી બધી તૈયારીઓ પુરી થઇ ગઈ છે અને જલ્દી આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે

    નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જલ્દી પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) (popular front of india)સંગઠન પર પ્રતિબંધ લગાવી શકે છે. હાલમાં જ દેશભરના વિભિન્ન રાજ્યોમાં રામ નવમી (ram navami)ઉત્સવ દરમિયાન થયેલી હિંસા અને સાંપ્રદાયિક તણાવ માટે કેરલ સ્થિત વિવાદિત સંગઠન પીએફઆઈને (pfi)જવાબદાર ગણાવ્યું છે. સૂત્રોએ ન્યૂઝ 18 ને આ જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાને લઇને સરકાર આ સપ્તાહે નિર્ણય કરી શકે છે. કેન્દ્રએ કહ્યું કે પ્રતિબંધ સાથે જોડાયેલી બધી તૈયારીઓ પુરી થઇ ગઈ છે અને જલ્દી આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે.

    ઇસ્લામિક સંગઠન પીએફઆઈ પર પહેલા જ ઘણા રાજ્યોમાં પ્રતિબંધ છે. જોકે સરકાર હવે એક કેન્દ્રીય નોટિફિકેશનના માધ્યમથી સંગઠન પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહી છે. ગોવા, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં રામ નવમીના જૂલુસ દરમિયાન હિંસા થઇ હતી. મધ્ય પ્રદેશના ભાજપા પ્રમુખ વીડી શર્માએ આરોપ લગાવ્યો છે કે પીએફઆઈએ ખરગોનમાં આગજની અને પત્થરમારા માટે પૈસા આપ્યા હતા, જેના કારણે થયેલી હિંસા પછી ત્યાં કર્ફ્યૂ લગાવી દીધો છે.

    આ પણ વાંચો - CID જોઇને અચાનક આવ્યો કાકીને ગુસ્સો, પલંગ પર સૂતેલા ભત્રીજાનું ગળું દબાવીને કરી નાખી હત્યા

    તેજસ્વી સૂર્યાએ પીએફઆઈને ઘેર્યું

    ન્યૂઝ 18 ડોટ કોમ સાથે વાત કરતા ભાજપા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પીએફઆઈ પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનના કરૌલીમાં ઘટનાસ્થળે જવાથી રોકવા પર તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે પીએફઆઈની જેમ અમારા હાથમાં હથિયાર કે પત્થર ન હતા. અમે ન્યાય યાત્રા કરવા માંગતા હતા અને પીડિતો માટે ન્યાયની માંગણી કરવા માંગતા હતા.

    દેશની વિરુદ્ધ કશું કર્યું નથી - પીએફઆઈ

    ન્યૂઝ 18 સાથે વાત કરતા પીએફઆઈના મહાસચિવ અનીસ અહમદે કહ્યું કે સંગઠને રાષ્ટ્ર સામે કશું પણ કર્યું નથી. સરકાર પ્રતિબંધ લગાવશે તો તે કાનૂની રીતે લડશે.

    પીએફઆઈનું ગઠન 2006માં કેરળમાં થયું હતું અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સી દેશમાં સંશોધિત નાગરિકતા કાનૂન (સીએએ)ના વિરોધમાં પ્રદર્શનો ભડકાવવા, દિલ્હી રમખાણ અને ઘણા અન્ય મામલામાં પીએફઆઈના કથિત આર્થિક જુડાવની તપાસ કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ગુજરાત હિંસા, હિંસા

    આગામી સમાચાર