સરકારે જાહેર કરી વેક્સીનેશન સેન્ટરની યાદી, ગુજરાતની આ હોસ્પિટલોમાં લઇ શકો છો કોરોના વેક્સીન

1 માર્ચથી કોરોના વેક્સીનેશનના (Covid Vaccination)બીજા તબક્કાની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારે હોસ્પિટલોના લિસ્ટ જાહેર કરી દીધા

1 માર્ચથી કોરોના વેક્સીનેશનના (Covid Vaccination)બીજા તબક્કાની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારે હોસ્પિટલોના લિસ્ટ જાહેર કરી દીધા

 • Share this:
  નવી દિલ્હી : 1 માર્ચથી કોરોના વેક્સીનેશનના (Covid Vaccination)બીજા તબક્કાની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારે હોસ્પિટલોના લિસ્ટ જાહેર કરી દીધા છે. કોવિડ વેક્સીનેશનમાં ઝડપ લાવવા માટે મોટી સંખ્યામાં પ્રાઇવેટ હોસ્પિટલોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ લગભગ 10 હજાર પ્રાઇવેટ હોસ્પિટલો અને 600 સીજીએચએસ હોસ્પિટલોને સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્ય ઇચ્છે તો પોતાની ત્યાની હેલ્થ સ્કિમ પ્રમાણે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોને પણ જોડી શકે છે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ હોસ્પિટલોની યાદી અહીં ક્લિક કરીને જોઈ શકો છો.

  કોરોના વોરિયર્સની કોરોના વેક્સીન આપ્યા પછી હવે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે (Central Government)નિર્ણય કર્યો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વિરોધી વેક્સીન (Coronavirus Vaccine) સરકારી કેન્દ્રો પર કોઈ ચાર્જ લીધા વગર (Free Corona Vaccine) આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.

  આ પણ વાંચો - સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, ખાનગી હોસ્પિટલોમાં આપવા પડશે આટલા રૂપિયા

  પ્રકાશ જાવડેકરે આપી જાણકારી

  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં લોકોને 10 હજાર સરકારી કેન્દ્રો પર મફત વેક્સીન લગાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે 20 હજાર પ્રાઇવેટ ક્લિનિકો કે કેન્દ્રો પર વેક્સીન લગાવવા માટે ચાર્જ આપવો પડશે.

  ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે

  કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે. 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડ્મિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર પર આ માહિતીની જાણકારી આપી હતી.
  Published by:Ashish Goyal
  First published: