કેરળ પુર: વિદેશથી આર્થિક મદદ લેવા ભારતે કર્યો ઈન્કાર, કહ્યું-આભાર

News18 Gujarati
Updated: August 23, 2018, 12:47 AM IST
કેરળ પુર: વિદેશથી આર્થિક મદદ લેવા ભારતે કર્યો ઈન્કાર, કહ્યું-આભાર
કેન્દ્ર સરકારે કહ્યું, અમે સક્ષમ છીએ

સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ), કતાર અને માલદીવ સહિત કેટલાક દેશોએ કેરલમાં પુર રાહત માટે સહાયતા પેકેજની જાહેરાત કરી છે.

  • Share this:
અધિકૃત સૂત્રોએ બુધવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે પુરથી પીડિત કેરલને નાણાકીય સહાય આપવા માટે વિદેશી સરકારોને સંદેશ આપી રહી છે પરંતુ સરકાર મદદ સ્વીકાર કરશે નહી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કેરળમાં રાહત અને બચાવ અભિયાનની બધી જ જરૂરતો પૂરી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તેઓ ઘરેલૂ સ્તર પર આનું સમાધાન કરશે.

સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ), કતાર અને માલદીવ સહિત કેટલાક દેશોએ કેરળમાં પુર રાહત માટે સહાયતા પેકેજની જાહેરાત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે, સહાયતા લેવાથી ઈન્કાર દરમિયાન ભારતે કેરળમાં પુર પ્રભાવિત લોકોની સહાયતાનો પ્રસ્તાવ આપવા માટે વિદેશી દેશોની પ્રશંસા કરી.

જણાવી દઈએ કે, પુર પ્રભાવિત કેરળની સહાયતા માટે સંયુક્ત રાજ્ય અમીરાતે 70 કરોડ, કતારે 35 કરોડ અને માલદીવે 35 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે કેરળ સરકારે રાજ્યમાં પુર રાહત કાર્યો માટે વિદેશી સરકારો પાસેથી દાન સ્વીકાર ના કરવાના કેન્દ્રના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યું કે, રાજ્ય સરકાર સંયુક્ત અરબ અમીરાત દ્વારા ઘોષિત રાહત પેકેજને પ્રાપ્ત કરવામાં આવી રહેલ અડચણોને દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સાથે સંપર્ક કરશે. ભારતમાં થાઈલેન્ડના રાજદૂત ચુટિંટર્ન સૈમ ગોંગસ્કાદીએ એક ટ્વિટ દ્વારા સૂચના આપી કે, ભારત સરકાર કેરળમાં પુરગ્રસ્ત વિસ્તાર માટે વિદેશી દાન સ્વીકાર કરશે નહી.અધિકૃત સૂત્રોએ કહ્યું કે, નવી દિલ્હી વિદેશી સરકારોને સંદેશ આપી રહી છે કે, તેઓ કેરળમાં પુરના કારણે થનાર નુકશાનનું વ્યાપાક મૂલ્યાંકન કરી રહ્યાં અને રાજ્યની આવશ્યકતાઓને પૂરી કરવા માટે સક્ષમ છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રવાસી ભારતીયોથી તથા વ્યક્તિગત ચંદો સ્વીકારવામાં કોઈ જ નિષેધ નથી.

યૂએઈએ કેરલ સાથેના પોતાના સંબંધોને લઈને 700 કરોડ રૂપિયાની મદદની ઓફર કરી છે. સરકારી આંકડાઓ પ્રમાણે લગભગ 30 લાખ ભારતીય યૂએઈમાં રહે ચે અને ત્યાં કામ કરે છે જેમાંથી 80 ટકા કેરળના લોકો છે.
First published: August 23, 2018, 12:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading