કોવિડ 19 મૃત્યુ દર 2.15 ટકા થવા પર કેન્દ્રએ સ્વદેશી વેન્ટિલેટરના નિકાસને આપી છૂટ

કોવિડ 19 મૃત્યુ દર 2.15 ટકા થવા પર કેન્દ્રએ સ્વદેશી વેન્ટિલેટરના નિકાસને આપી છૂટ
પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ અને વેન્ટીલેટરની માંગ વધતા માર્ચમાં વેન્ટિલેટરની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 • Share this:
  Covid 19 પર મંત્રીઓના ઉચ્ચ સ્તરીય સમૂહ (GOM)એ સ્વદેશી રીતે બનેલા વેન્ટિલેટર (indigenously made ventilators)ની નિકાસ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે ભારત Covid19ના રોગીના મૃત્યદરને સતત ઓછું કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ 2.15 ટકા મૃત્યુદર છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આનો અર્થ તે થાય છે કે વેન્ટિલેટર પર ઓછી સંખ્યામાં સક્રિય કેસ છે.

  31 જુલાઇએ સમગ્ર દેશમાં આવા ખાલી 0.22 કેસ સક્રિય હતા જે વેન્ટિલેટર પર હતા. સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર વિદેશ વેપાર મહાનિર્દેશકોને મંત્રીઓને ઉચ્ચ સ્તરીય સમૂહના નિર્ણય મામલે જાણકારી આપવામાં આવી છે. જેથી નિર્મિત વેન્ટિલેટરને બહાર મોકલવાની સુવિધા શરૂ કરી શકાય.  વધુ વાંચો :  ચીનની કપટી ચાલ, ભારતના લિપુલેખ પાસે તેનાત કરી મોટી સંખ્યામાં સેના

  તેમણે કહ્યું કે હવે વેન્ટિલેટરની નિકાસની છૂટ આપવામાં આવી છે. આશા છે કે વેન્ટિલેટર વિદેશોમાં નવા બજાર શોધવાની સ્થિતિમાં હશે. તેમણે કહ્યું કે ઘરેલુ વપરાશ માટે પણ પર્યાપ્ત માત્રામાં આ વેન્ટિલેટરને બનાવવામાં આવ્યા છે. અને જાન્યુઆરી કરતા વેન્ટિલેટરના 20થી વધુ નિર્માતા હાજર છે.

  ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ અને વેન્ટીલેટરની માંગ વધતા માર્ચમાં વેન્ટિલેટરની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને 24 માર્ચથી પ્રભાવિત કરવામાં આવ્યું હતું. પણ હવે તેનું ઉત્પાદન પણ વધતા અને સામે જરૂરિયાત ઓછી થતા તેના નિકાસનો માર્ગ મોકળો થયો છે.
  Published by:Chaitali Shukla
  First published:August 01, 2020, 19:06 pm

  टॉप स्टोरीज