કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, BBC ડોક્યુમેન્ટરી શેર કરતી YouTube ચેનલો કરી બ્લોક
BBC ડોક્યુમેન્ટરીને લઈને મોટી કાર્યવાહી
BBC Documentary: વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સહિત અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ આ ડોક્યુમેન્ટરીની તપાસ કરી છે અને તેમાં વહીવટીતંત્ર પર સુપ્રીમ કોર્ટની વિશ્વસનિયતાને ઠેસ પહોંચાડતી હોવાનું જણાયું છે. આ ઉપરાંત, વિવિધ ભારતીય સમુદાયો વચ્ચે તણાવ અને વિભાજનના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે YouTube પર BBC ડોક્યુમેન્ટરી શેર કરતા વીડિયોને બ્લોક કરી દીધા છે. આ સાથે BBC Documentaryની યુટ્યુબ લિંક શેર કરતી ટ્વીટને પણ બ્લોક કરી દેવામાં આવી છે. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે BBCની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ના પ્રથમ એપિસોડને પ્રકાશિત કરતા ઘણા યુટ્યુબ વીડિયોને બ્લોક કરી દીધા છે.
આ સાથે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને પણ આ ઓર્ડર મોકલવામાં આવ્યો છે. ટ્વિટર પર પણ આને લગતી 50 થી વધુ ટ્વીટ્સ હતી. કેન્દ્ર સરકારે આઈટી નિયમો, 2021 હેઠળ આ ઈમરજન્સી ઓર્ડર જાહેર કર્યા છે. યુટ્યુબ ચેનલો અને ટ્વીટ્સને બ્લોક કરવા સંબંધિત આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, યુકેના જાહેર પ્રસારણકર્તા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીને વિદેશ મંત્રાલય દ્વારા પ્રોપેગન્ડા ગણાવી હતી, જે બિલકુલ ઉચિત નથી અને વસાહતી માનસિકતા ધરાવે છે. જોકે BBCએ તેને ભારતમાં જોવા માટે ઉપલબ્ધ કરાવ્યું નથી, પરંતુ ઘણી યુટ્યુબ ચેનલો પર તેને અપલોડ કરીને ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, યુટ્યુબને પણ આ મામલે પગલાં લેવા અને ભવિષ્યમાં આવા વીડિયો અપલોડ થતા અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓએ ડોક્યુમેન્ટરીની તપાસ કરી
વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સહિત અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ આ ડોક્યુમેન્ટરીની તપાસ કરી છે અને તેમાં વહીવટીતંત્ર પર સુપ્રીમ કોર્ટની વિશ્વસનિયતાને ઠેસ પહોંચાડતી હોવાનું જણાયું છે. આ ઉપરાંત, વિવિધ ભારતીય સમુદાયો વચ્ચે તણાવ અને વિભાજનના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટરીમાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે વિદેશી સરકાર સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો તેમજ દેશની અંદર જાહેર વ્યવસ્થાને પ્રતિકૂળ અસર કરે તેવી સંભાવના ધરાવે છે.
વિદેશ મંત્રાલયે ફગાવી
આ અગાઉ, વિદેશ મંત્રાલયે તેને 'પ્રચારનો એક ભાગ' ગણાવીને તેને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે, તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, ઉદ્દેશ્યનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.
BBC ડોક્યુમેન્ટરી પર પત્રકારોના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, તે "ખોટી વાર્તા" ને આગળ ધપાવવા માટે ખોટા માહિતી ફેલાવવાના અભિયાનનો એક ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, BBCએ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની નવી બે ભાગની શ્રેણી બનાવી છે અને આ શ્રેણી ગુજરાતમાં 2002ના રમખાણોના વિવિધ પાસાઓની શોધ કરે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર