Lockdown-5માં શું ખુલશે અને શું નહીં? કેન્દ્રએ કહ્યું - કન્ટેનમેન્ટ ઝોન માટે રાજ્ય સરકાર વધારે કડક બનો

Lockdown-5માં શું ખુલશે અને શું નહીં? કેન્દ્રએ કહ્યું - કન્ટેનમેન્ટ ઝોન માટે રાજ્ય સરકાર વધારે કડક બનો
પ્રતિકાત્મક તસવીર

કેબિનેટ સેક્રેટરીએ જે વિસ્તારોમાં વધારે મામલા છે, તેના કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પર જોર આપ્યું છે અને રાજ્યો પાસે 1 જૂનથી લાગુ થનારી રણનીતિ માટે સલાહ વિચારણા કરી

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલો લોકડાઉનનો ચોથો તબક્કો 31મેના રોજ ખતમ થઈ રહ્યો છે. આ ખતમ થતા પહેલા કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ એવા 13 જિલ્લાના મ્યુનિસિપલ કમિશ્નરો અને કલેક્ટરો સાથે વાતચીત કરી, જ્યાં દેશના 70 ટકા કોરોના વાયરસના કેસ છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે, આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરીએ જે વિસ્તારોમાં વધારે મામલા છે, તેના કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પર જોર આપ્યું છે અને રાજ્યો પાસે 1 જૂનથી લાગુ થનારી રણનીતિ માટે સલાહ વિચારણા કરી.

    સરકારના અધિકારીઓએ કહ્યું કે, શહેરોને સલાહ આપવામાં આવી છે કે, કન્ટેનમેન્ટ એરિયાને જિલ્લા તંત્ર અને શહેરી મહાનગરપાલિકા સ્થાનિક સ્તર પર સારી ટેકનીક ઈનપુટના આધાર પર સારી રીતે પરિભાષિત કરે.



    રાજ્યોને મળી શકે છે વધારે છૂટ

    ન્યૂઝ18ને બુધવારે જાણકારી આપી હતી કે, લોકડાઉન 31મે થી બે અઠવાડીયા માટે વધી શકે છે, અને તેમાં વધારે છૂટ આપવામાં આવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ સીએનએન ન્યૂઝ18ને જણાવ્યું કે, કેન્દ્ર 31 મે બાદ લોકડાઉનને વધારવાની શરતોને લઈ રાજ્ય સરકારોને વધારે સ્વતંત્રતા આપવા માંગે છે. રાજ્યોની માંગ અને તેમની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કેન્દ્રએ 17મેના રોજ જાહેર કરવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં વિભિન્ન છૂટ આપી હતી.

    શું ખુલી શકે છે - શું નહીં?

    લોકડાઉન - 5.0માં સરકાર મંદિરો અને જિમને ખોલવાની મંજૂરી આપી શકે છે. ગોવા અને કર્ણાટક સરકારે હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર ખોલવાને લઈ રસ દખાડ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, સ્કૂલ, કોલેજ, મોલ્સ અને સિનેમા હોલ્સ આગામી બે અઠવાડીયા માટે બંધ રહી શકે છે. પરંતુ બાકી અન્ય સેક્ટર્સ માટે રાજ્યોએ પોતાની જાતે નિર્ણય લેવાની છૂટ મળશે.

    કન્ટેનમેન્ટ ઝોન છે મોટી મુસીબત

    સરકારની સૌથી મોટી ચિંતા હાલના સમયમાં કન્ટેનમેન્ટ ઝોન છે. કેમ કે, હાલમાં જ એવા રિપોટ્સ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારોમાં સારી રીતે તકેદારી નથી રાખવામાં આવી રહી, અને કેટલાક રાજ્યોએ પૂરી રીતે આવા વિસ્તારોમાં પ્રતિબંધો પણ નથી લગાવ્યા. લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે કલર-કોડ ઝોનને છૂટ આપી હતી અને વદારે પ્રતિબંધો કન્ટેનમેન્ટ ઝોનમાં જ લગાવ્યા હતા.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ