નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ લૉકડાઉન (Lockdown)ના કારણે પ્રવાસી મજૂરોની વચ્ચે અનિશ્ચિતતાનો માહોલ છે. રાજધાની દિલ્હી (Delhi) જેવા મોટા શહેરોને બાદ કરતાં મજૂર પોતાના વતન પરત જવા માંગે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરીની આવન-જાવન રોકવા માટે રાજ્ય અને જિલ્લાઓની સરહદોને પ્રભાવી રીતે સીલ કરવા માટે કહ્યું છે.
સરકારના આકરાં પગલાં
મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકોની સાથે વીડિયો કોન્ફરન્સ દરિમયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તેમને સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે શહેરોમાં કે હાઈવે પર આવન-જાવન ન હોવી જોઈએ કારણે કે લૉકડાઉન ચાલુ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, દેશના કેટલાક હિસ્સાઓમાં પ્રવાસી કારીગરોની આવન-જાવન થઈ રહી છે.
રાજ્યો અને જિલ્લાઓની બોર્ડર સીલ કરવામાં આવે
નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે રાજ્યો અને જિલ્લાઓની બોર્ડરોને પ્રભાવી રીતે સીલ કરવામાં આવે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે શહેરોમાં કે હાઈવે પર લોકોની અવર-જવર ન હોવી જોઈએ. માત્ર સામાનને લઈ જવા માટેની મંજૂરી હોવી જોઈએ.
આ પણ વાંચો, કોરોનાના ‘પેશન્ટ ઝીરો’ની ભાળ મળી, વુહાનની આ માછલી વિક્રેતાથી ફેલાયું સંક્રમણ!
ડીએમ અને એસપી રહેશે જવાબદાર
અધિકારીએ જણાવ્યું કે, આ નિર્દશોનું પલન કરવા માટે જિલ્લાધિકારી અને પોલીસ અધીક્ષકની અંગત રીતે જવાબદારી રહે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે લૉકડાઉન દરિમયાન ગરીબ, જરૂરિયાતવાળા લોકો અને છૂટક મજૂરી કરનારા લોકોને ભોજન, આશ્રય પૂરો પાડવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. કેન્દ્ર સરકારે રાજ્યોને એ સનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે લૉકડાઉન દરમિયાન હાઈવે કે શહેરોમાં લોકોની અવર-જવબ ન નથી જોઈએ. સરકારના જણાવ્યા મુજબ આ નિર્દેશોનું પાલન કરાવવા માટે ડીએમ, એસપીને અંગત રીતે જવાબદાર બનનાવવામાં આવશે.
આ પણ વાંચો, સ્પેનની પ્રિન્સેસ મારિયાનું કોરોનાથી મોત, કોઈ શાહી પરિવારમાં કોરોના વાયરસથી થયેલું પહેલું મોત