રાહુલનો પ્રહાર, કહ્યું - સૈનિકો, કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે બૂલેટ ટ્રેન પરિયોજના રોકે સરકાર

News18 Gujarati
Updated: April 24, 2020, 7:47 PM IST
રાહુલનો પ્રહાર, કહ્યું - સૈનિકો, કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે બૂલેટ ટ્રેન પરિયોજના રોકે સરકાર
રાહુલનો પ્રહાર, કહ્યું - સૈનિકો, કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે બૂલેટ ટ્રેન પરિયોજના રોકે સરકાર

કોંગ્રેસે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો નહી કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી

  • Share this:
નવી દિલ્લી : કોંગ્રેસે (Congress) કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ (Central government employees and pensioners)ના મોંઘવારી ભથ્થામાં વધારો નહી કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે (Narendra Modi Government) સૈનિકો અને કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે સેન્ટ્રલ વિસ્ટા (Central vista), બુલેટ ટ્રેન પરિયોજનાઓ (Bullet Train Project)અને નકામા ખર્ચ પર પ્રતિબંધ લગાવો જોઈએ.

રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે લાખો કરોડોની બુલેટ ટ્રેન પરિયોજના અને કેન્દ્રીય વિસ્ટા સૌંદર્યીકરણ પરિયોજનાને રદ કરવાને બદલે કોરોનાની સામે લડી રહેલા જનતાની સેવા કરતા કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનર્સ અને દેશના જવાનોના મોઘવારી ભથ્થા (DA) કાપવાનો સરકારનો આ નિર્ણય અસંવેદનશીલ અને અમાનવીય છે.આ પણ વાંચો - લોકડાઉનમાં અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે કેએલ રાહુલે રમી મેચ, જાણો કોણે જીત મેળવી

રાહુલે વીડિયો લિંકના માધ્યમથી કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીના સંકટથી ઉભી થયેલી આર્થિક મંદી (financial crisis) અને આવકની તંગી પર મલમ લગાવવાના બદલે મોદી સરકાર દાઝેલા પર ડામ આપવામાં લાગેલી છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala)પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) સલાહ માનતા કેન્દ્ર સરકાર (Central Government) પોતાના નકામા ખર્ચ પર રોક લગાવીને 2.50 લાખ કરોડ રુપિયા બચાવી શકે છે. જેનો ઉપયોગ આ સંકટમાં લોકોની મદદ માટે થઈ શકે છે.સુરજેવાલાએ પ્રશ્ન કર્યો હતો કે તેમણે હાલમાં જ 30,42,000 કરોડ રુપિયાનું બજેટ જાહેર કર્યું. બજેટમાં આવક અને ખર્ચના લેખા જોખા સ્પષ્ટ રીતે આપવામાં આવે છે. પછી બજેટ રજુ કરવામાં 30 દિવસની અંદર જ મોદી સરકાર (Modi Government) સેનાના જવાનો, સરકારી કર્મચારી તથા પેન્સનર્સના મોઘવારી ભથ્થા પર કાપ મુકીને શું સાબિત કરવામાં માંગે છે?

તેમણે દાવો કર્યો કે મોઘવારી ભથ્થામાં અન્યાયપૂર્ણ કાપથી લગભગ 1.13 લાખ સૈનિકો, કર્મચારીઓ અને પેન્સનર્સના પગારથી વાર્ષિક 37,530 કરોડ રુપિયાની કાપ થશે. સુરજેવાલાએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા પર કાપ કરીને દેશની રક્ષા કરનાર ત્રણેય સેનાના આપણા સૈનિકોને છોડ્યા નથી. આ કાપ દ્વારા 15 લાખ સૈનિકો અને લગભગ 26 લાખ સૈન્ય પેન્સનર્સ (Pensioners)ના 11,00 કરો઼ડ રુપિયા કાપી લેવામાં આવશે.
First published: April 24, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading