COVID-19: કોરોના વાયરસથી CRPFમાં પ્રથમ મોત, 55 વર્ષના જવાને દિલ્હીમાં જીવ ગુમાવ્યો

News18 Gujarati
Updated: April 28, 2020, 11:17 PM IST
COVID-19: કોરોના વાયરસથી CRPFમાં પ્રથમ મોત, 55 વર્ષના જવાને દિલ્હીમાં જીવ ગુમાવ્યો
COVID-19: કોરોના વાયરસથી CRPFમાં પ્રથમ મોત, 55 વર્ષના જવાને દિલ્હીમાં જીવ ગુમાવ્યો

55 વર્ષના સીઆરપીએફના જવાનને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જવાનનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક જવાનનું કોરોના સંક્રમણના (Coronavirus)કારણે મંળવારે મોત થયું છે. 55 વર્ષના આ સીઆરપીએફના જવાનને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જવાનનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંતર્ગત કાર્યરત લગભગ 10 લાખ કર્મીવાળા સીઆરપીએફમાં કોવિડ-19 મહામારીના કારણે પ્રથમ મોત થયું છે. મૃતક સીઆરપીએફમાં એસઆઈના પદ પર નિમણુક હતા. એસઆઈ અસમના બારપેટા જિલ્લાના રહેવાસી હતા અને તેમને પહેલા જ ડાયબિટીસની બીમારી હતી.

આ પણ વાંચો - લોકડાઉનમાં બદલાયા રિવાજ, બેસણાં પછી સીમંત પણ ઓનલાઈન

કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળના દિલ્હી સ્થિતિ બટાલિયનમાં તૈનાત 47માંથી 15 કર્મચારી કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ જાણકારી અધિકારીઓએ શનિવારે આપી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ જવાન સીઆરપીએફની 31મી બટાલિયનનો છે. જેમના 9 કર્મચારી 23 એપ્રિલે કોવિડ-19થી સંક્રમિત આવ્યા હતા.

અધિકારીએ કહ્યું કે આ એકમમાં કર્મચારીઓની તપાસ ત્યારે કરાવવામાં આવી જ્યારે ગત સપ્તાહે બટાલિયનમાં જનાર એક હેડ કોન્સ્ટેબલ તપાસમાં કોવિડ-19થી સંક્રમિત થયો હતો. કોન્સ્ટેબલ નર્સિગ કર્મચારી તરીકે કાર્યરત હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 162મી બટાલિયનનો ભાગ છે. તે રજામાં નોઇડા આવ્યો હતો.
First published: April 28, 2020, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading