ધરણામાં મમતાની સાથે બેઠેલા પોલીસ કમિશનરનું મેડલ પરત લેવા કેન્દ્રનો આદેશ

મમતા બેનર્જી સાથે પોલીસ કમિશનર રાજીવ

 • Share this:
  કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે વિવાદ ચરમસીમાએ છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો છે કે તે કોલકત્તા પોલીસના કમિશનર રાજીવ કુમારનું મેડલ પરત લઇ લે.

  કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમાર રવિવાર અને સોમવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ધરણા દરમિયાન મંચ પર સતત બેસી રહ્યાં હતા. આ મંચ પર બેસીને મમતા બેનર્જી સીબીઆઇનો વિરોધ કરી રહી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદમાં પહેલી વાર દોડી મેટ્રો, જુઓ વીડિયો

  ત્યારબાદ 5 ફેબ્રૂઆરીએ ગૃહ મંત્રાલયે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને આ અંગે પત્ર લખ્યો હતો જેમાં રાજીવ કુમાર વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની માગ કરી હતી.

  પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ગૃહ મંત્રાલયે અધિકારી દ્વારા અખીલ ભારતીય સેવા નિયમો, 1968 AIS (D&A) , 1969ના અનુશાસનહીન વ્યવહાર અને ઉલ્લંઘન કરવાનો હવાલો આપ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે રાજીવ કુમાર 8 ફેબ્રુઆરીએ શિલોન્ગમાં સીબીઆઇ સમક્ષ પૂછતાછ માટે હાજર થશે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જાહેર કરતાં રાજીવ કુમારને સીબીઆઇ સમગ્ર રજૂ થવા અને તેમને તપાસમાં સહયોગ આપવાનું કહ્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: