Home /News /national-international /

કેન્દ્રિય મંત્રીએ કહ્યું ધીમે ધીમે આવશે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા

કેન્દ્રિય મંત્રીએ કહ્યું ધીમે ધીમે આવશે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા

    હાલમાં જ PM મોદીના 15 લાખ રૂપિયાના વાયદાની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે, પરંતુ મોદી સરકારના એક કેન્દ્રિય મંત્રીએ હાસ્યાસ્પદ નિવેદન આપતાં ફરી 15 લાખ ચર્ચામાં આવ્યા છે. કેન્દ્રિયન મંત્રી રામદાસ આઠવલેનું કહેવું છે કે 15 લાખ દરેકના ખાતામાં આવી જ જશે પરંતુ રિઝર્વ બેંક નડે છે.

    આઠવલેએ જણાવ્યું કે મોદીએ આવું વચન આપ્યું હતું એ સાચુ જ છે અને વડાપ્રધાન પોતે આપેલા દરેક વચનો પૂરા કરે જ છે. આ વચન પણ પૂર્ણ કરશે જ. અત્યાર સુધી 6 પ્રકારની ટેક્નિકલ અડચણ આડે આવતી હતી, પરંતુ તેનું હવે નિરાકરણ આવી ગયું છે. દરેકના ખાતામાં રૂ. 15 લાખ જમા કરવા માટે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસેથી ફંડ માંગ્યું હતું, પરંતુ રિઝર્વ બેન્કે ઈનકાર કર્યો એટલે વિલંબ થયો છે. હવે ધીમે ધીમે દરેકના ખાતામાં રૂ. 15 લાખ જમા થઈ જશે.

    ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ કટાક્ષમાં કહ્યું હતું કે જો દેશ બહાર કાળું નાણું દેશમાં આવી જશે તો દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઇ જશે. આ વાત બાદથી વિપક્ષ દ્વારા સતત મજાક ઉડાવવામાં આવી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ramdas athawale, પીએમ મોદી

    આગામી સમાચાર