કેન્દ્રીય મંત્રી અઠાવલેની પાકિસ્તાનને ચેતવણી- યુદ્ધથી બચવું હોય તો PoK ભારતને આપો

News18 Gujarati
Updated: September 14, 2019, 12:13 PM IST
કેન્દ્રીય મંત્રી અઠાવલેની પાકિસ્તાનને ચેતવણી- યુદ્ધથી બચવું હોય તો PoK ભારતને આપો
કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેની ફાઇલ તસવીર

ભાજપ (BJP)ની સહયોગી સંસ્થા રિપબ્લીકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે (Ramdas athawale) બોલ્યા, 'પાકિસ્તાન (Pakistan) PoK સોંપી દે એ જ તેમના હિતમાં છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે(Ramdas athawale)એ શુક્રવારે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાને (Pakistan) પાક અધિકૃત કાશ્મીર (PoK) ભારતને સોંપી દેવું જોઈએ કારણ કે ત્યાંના સ્થાનિકો પાકિસ્તાનથી ખુશ નથી અને ભારતનો હિસ્સો બનવા માંગે છે.

પોતાના મંત્રાલયની યોજનાઓની સમીક્ષા કરવા માટે ચંડીગઢ પહોંચેલા અઠાવલેએ કહ્યું કે 'નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉત્સાહી વડાપ્રધાન છે. તેમણે આર્ટિકલ-370 સમાપ્ત કરી અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું છે. તેમણે આંતરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉછાળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હવે પાકિસ્તાન (Pakistan) PoK ભારતને સોંપી દે તે જ તેમના હિતમાં છે.'

આ પણ વાંચો :  અર્થતંત્રને પાટે ચડાવવા નાણા મંત્રી આજે કરી શકે છે મોટી જાહેરાત

સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના રાજ્ય મંત્રી અઠાવલેએ વધુમાં કહ્યું, 'જો પાકિસ્તા પી.ઓ.કે ભારતને સોંપી દે તો અમે ત્યાં ઉદ્યોગ સ્થાપીશું, વેપારમાં પાકિસ્તાનની મદદ કરીશું અને બેરોજગારી દૂર કરીશું. ત્યાંના સ્થાનિકો પાકિસ્તાનથી નાખુશ છે અને ભારતનો ભાગ બનવા માગે છે. '

આ પણ વાંચો :  ટ્રાફિક મેમોના તમામ રેકોર્ડ તૂટ્યાં, ઓડિશામાં ટ્રક માલિકને રૂ. 6 લાખનો દંડ થયો

પાકિસ્તાન રોફ ઝાડવાનું બંધ કરેભાજપ (BJP)ની સહયોગી સંસ્થા રિપબ્લીકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે (Ramdas athawale)એ જણાવ્યું હતું કે પાકિસ્તાને યુદ્ધમાં ઝંપલાવાનો રોફ ઝાડવાનું બંધ કરવું જોઈએ. હરિયાણાની આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણ વિશે આઠવલેએ જણાવ્યું હતું કે તેઓ 90માંથી 10 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે હરિયાણામાં તેઓ કોંગ્રેસ વિરુદ્ધ લડશે.
First published: September 14, 2019
વધુ વાંચો
अगली ख़बर