Home /News /national-international /Amit Shah In Mumbai: મુંબઈ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, કલાકો સુધી સતત અજાણ્યો શખ્સ આસપાસ ફરતો હતો

Amit Shah In Mumbai: મુંબઈ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, કલાકો સુધી સતત અજાણ્યો શખ્સ આસપાસ ફરતો હતો

મુંબઈની મુલાકાત દરમિયાન એક અજાણ્યો શખસ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો - ફાઇલ તસવીર

Amit Shah in Mumbai: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન મોટી ચૂક રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. તેમાં જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યો શખ્સ કલાકો સુધી કેન્દ્રીય ગૃહમંત્રીની આસપાસ ફર્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રાલયે આ જાણકારી મુંબઈ પોલીસને આપી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની સુરક્ષામાં ચૂક રહી ગઈ હોવાનું સામે આવતા હંગામો મચ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને આ વાતની જાણકારી આપતા મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, શાહની મુંબઈ મુલાકાતમાં એક અજાણ્યો શખ્સ કલાકો સુધી તેમની આસપાસ ફરતો રહ્યો હતો. તેને લઈને વિવાદ ઊભો થયો છે.

    મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી હતી


    તે શખ્સ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ હોવાનું જણાવી રહ્યો હતો. આ શખ્સ પર શંકા હોવાને લઈને મંત્રાલયના અધિકારીએ મુંબઈ પોલીસને આ મામલે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસને આ બનાવની જાણ થતા જ તપાસ હાથ ધરી હતી. તેમાં આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

    accused
    મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


    આ પણ વાંચોઃ લાલ બાગ ચા રાજાના અમિત શાહે કર્યા દર્શન

    પોલીસે પૂછપરછ હાથ ધરી


    મળતી માહિતી પ્રમાણે, અમિત શાહની આસપાસ ફરતા વ્યક્તિનું નામ હેમંત પવાર છે અને તે ધુળેનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Amit shah, Amit Shah news, Mumbai Police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन