Home /News /national-international /

TMCમાં બળવાના સૂર વચ્ચે અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા

TMCમાં બળવાના સૂર વચ્ચે અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા

અમિત શાહ.

એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તૃણમૂલ કૉંગ્રેસના નારાજ નેતાઓ અમિત શાહના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે.

  કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal)માં આગામી વર્ષે યોજાનાર ચૂંટણી (Assembly Elections 2021) પહેલા પાર્ટીની તૈયારીની નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ પૂર્વ બીજેપી (BJP) અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ એવા સમયે બંગાળ પહોંચ્યા છે જ્યારે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી બળવાના સમયમાંથી પસાર થઈ રહી છે.

  એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તૃણમૂલ કૉંગ્રેસ અને રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીનું પદ છોડનારા પ્રભાવશાળી નેતા સુવેન્દુ અધિકારી, શીલભદ્ર દત્તા અને જિતેન્દ્ર તિવારી જેવા તૃણમૂલના કૉંગ્રેસના કેટલાક અસંતુષ્ઠ નેતા, અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન ભાજપામાં શામેલ થઈ શકે છે. ભાજપાના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલૂનીના જણાવ્યા પ્રમાણે અમિત શાહ અઠવાડિયાના અંતમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.

  ભાજપાના એક નેતાએ જણાવ્યું કે અમિત શાહ કોલકાતા પહોંચીને ન્યૂટાઉન હોટલમાં રોકાશે. તેમણે જણાવ્યું, શનિવારે સવારે શાહનો એનઆઈએના અધિકારીઓ સાથે બેઠકનો કાર્યક્રમ છે. જે બાદમાં તેઓ ઉત્તર કોલકાતા સ્થિત સ્વામી વિવેકાનંદના આવાસ પર જઈને શ્રદ્ધાંજલિ આપશે. ભાજપા નેતાએ કહ્યુ કે, બાદમાં શાહ મિદનાપુર જશે અને ક્રાંતિકારી ખુદીરામ બોસને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદમાં બે મંદિરમાં પૂજા પણ કરશે.

  આ પણ વાંચો: 

  મિદનાપુરમાં સભાને સંબોધન કરશે અમિત શાહ

  ભારતીય જનતા પાર્ટીના નેતાના જણાવ્યા પ્રમાણે અમિત શાહ એક ખેડૂતના ઘરે બપોરનું ભોજન કરશે. જે બાદમાં મિદનાપુરના કૉલેજ મેદાનમાં આયોજિત જનસભાને સંબોધન કરશે. ભાજપના નેતાએ કહ્યુ કે, એવી સંભાવના છે કે તૃણમૂલ કૉંગ્રેસના અનેક નેતા સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. આ રેલી પછી શાહ કોલકાતા પરત ફરશે અને પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરીને સંગઠન વિશે તેમજ તૈયારી વિશે માહિતી મેળવશે.

  કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે વિવાદ

  ઉલ્લેખનીય છે કે અમિત શાહનો પ્રવાસ કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ખેંચતાણ વચ્ચે થઈ રહ્યો છે. આની શરૂઆત ગૃહ મંત્રાલયે ત્રણ આઈપીએસ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી કાર્યમુક્ત કરીને કેન્દ્રમાં મૂકવાના આદેશ સાથે થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મામલે કહ્યું હતું કે આ 'ગેરબંધારણીય' અને 'અસ્વીકાર્ય' છે.

  આ પણ જુઓ-

  દર મહિને શાહ અને જે.પી. નડ્ડાનો પશ્ચિમ બંગાળ પ્રવાસ

  અમિત શાહના પ્રવાસ વિશે નિવેદન કરતા તૃણમૂલ કૉંગ્રેસ નેતા સૌગત રાયે કહ્યુ કે, આની કોઈ અસર થવાની શક્યતા નથી, કારણ કે રાજ્યના લોકો મમતા બેનરજી સાથે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે, વિધાનસભાની ચૂંટણી સુધી દર મહિને અમિત શાહ અને જે.પી. નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે આવશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાનાર છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: TMC, West bengal, અમિત શાહ, ચૂંટણી, ભાજપ, મમતા બેનરજી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन