ગાંધી પરિવારની સુરક્ષામાં ફેરફાર, હવે વિદેશ પ્રવાસ સમયે પણ SPG સાથે રહેશે

News18 Gujarati
Updated: October 7, 2019, 2:12 PM IST
ગાંધી પરિવારની સુરક્ષામાં ફેરફાર, હવે વિદેશ પ્રવાસ સમયે પણ SPG સાથે રહેશે
કેન્દ્ર સરકારને ગાંધી પરિવારના દરેક પગલાંની નજર રાખવામાં મદદરૂપ સાબિત થશે

કેન્દ્ર સરકારને ગાંધી પરિવારના દરેક પગલાંની નજર રાખવામાં મદદરૂપ સાબિત થશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (Central Government)એ ગાંધી પરિવાર (Gandhi Family)ને સુરક્ષા આપનારી સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર તરફથી ગાંધી પરિવારના કોઈ પણ સભ્યના વિદેશ પ્રવાસ (Foreign Visit) જવા દરમિયાન પૂરો સમય તેમના માટે એસપીજી સુરક્ષા અનિવાર્ય (Mandatory) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જો તેઓ તેનો સ્વીકાર નથી કરતાં તો સુરક્ષા કારણોને ધ્યાને લઈ તેમના વિદેશ પ્રવાસમાં કાપ (Curtailment) પણ મૂકી શકાય છે. નોંધનીય છે કે, અત્યાર સુધી એસપીજી સુરક્ષાકર્મી પહેલા વિદેશી ડેસ્ટિનેશન સુધી જ ગાંધી પરિવારની સાથે જતા હતા. ત્યારબાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની અંગતતાનો હવાલો આપીને તમામ સુરક્ષાકર્મીઓને ભારત પરત મોકલી દેતા હતા. તેના કારણે આગળના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના માટે જોખમ વધી જતું હતું.

દિલ્હી પરત ફરવા સુધી છાયાની જેમ સાથે રહેશે સુરક્ષાકર્મી

કેન્દ્રના નવા દિશાનિર્દેશો મુજબ, હવે જો ગાંધી પરિવારનો કોઈ સભ્ય લંડન પ્રવાસ પર જાય છે તો એસપીજીના સુરક્ષાકર્મી દિલ્હી પરત આવે ત્યાં સુધી તેમની સાથે જ રહેશે. જો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પરિવારનું કોઈ સભ્ય લંડનથી યૂરોપ કે અમેરિકા જવા માંગે છે તો સંબંધિત દેશમાં ભારતીય એમ્બેસી સ્થાનિક પોલીસની સાથે તેમને એસપીજી સુરક્ષા ઉપરાંતની સુરક્ષા પૂરી પાડવા માટે વાત કરશે. નોંધનીય છે કે, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓએ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ 1985માં દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે અલગથી ખાસ સુરક્ષા ટીમ બનાવવામાં આવી. આ સુરક્ષા ટીમ જ એસપીજી તરીકે ઓળખાય છે.

1988માં એસપીજી સુરક્ષા ઔપચારિક બનાવવામાં આવી હતી

એસપીજીની રચના બીરબલ નાથ સમિતિના રિપોર્ટના આધારે કરવામાં આવી હતી. ત્યારબાદ 1988માં તેને એક કાયદો બનાવીને ઔપચારિક કરી દેવામાં આવી હતી. એસ. સુબ્રમણ્યમ એસપીજીના પહેલા નિદેશક નિમવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં આઈપીએસના શાર્પ શૂટર્સ, રાજ્યોના પોલીસ અધિકારી, અર્ધસૈનિક દળના અધિકારી અને ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ સામેલ કરવામાં આવે છે. હાલમાં 3000 એસપીજી સુરક્ષાકર્મી પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સુરક્ષા પૂરી પાડે છે.
ગાંધી પરિવારે અગાઉના કેટલાક પ્રવાસોની જાણકારી પણ આપવી પડશે

કેન્દ્રીય સચિવાલય તરફથી એસપીજીને જાહેર નવા દિશાનિર્દેશો મુજબ, ગાંધી પરિવારને હવે પોતાના પ્રવાસોની દરેક મિનિટની જાણકારી પૂરી પાડવી પડશે. ગાંધી પરિવાર પાસે તેમની અગાઉના પ્રવાસોની વિગતો પણ માંગવામાં આવી છે. નવા દિશાનિર્દેશ જ્યાં ગાંધી પરિવારને સમગ્ર દુનિયામાં સુરક્ષા પૂરી પાડશે, બીજી તરફ કેન્દ્રને તેમના દરેક પગલાની નજર રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે. અત્યાર સુધી સુરક્ષા પ્રાપ્ત કોઈ પણ વ્યક્તિને કોઈ દેશમાં પહોંચતા ભારતીય એમ્બેસીની જવાબદારી હતી કે તેઓ સ્થાનિક પોલીસના સહયોગથી તેમને પૂરી સુરક્ષા પૂરી પાડે. આ વ્યવસ્થા અત્યારે પણ ચાલુ રહેશે, પરંતુ હવે સ્થાનિક પોલીસની સાથે એસપીજી પણ સુરક્ષા પૂરી પાડશે.

આ પણ વાંચો,

કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે, હવે 'કેલ્શિયમના ઇન્જેક્શન' આપીને પણ બચાવી નહીં શકાય : ઓવૈસી
ગુજરાતમાં દારૂની સૌથી વધુ ખપત, ઘરે-ઘરે દારૂ પીવાય છે : અશોક ગહલોત
First published: October 7, 2019, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading