નવી દિલ્હી: ભારત સરકારે Co-WIN પ્લેટફોર્મની સફળતા બાદ ગર્ભવતી મહિલાઓના રજીસ્ટ્રેશન અને રસીકરણના ઉદ્દેશ્યથી U-WIN નામનો નવો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. ભારતના યૂનિવર્સલ રસીકરણ કાર્યક્રમ (UIP)ને ડિજિટાઈઝ કરવાના આ કાર્યક્રમને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લામાં પાયલટ મોડમાં શરુ કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ મંચનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓના રજીસ્ટ્રેશન અને રસીકરણ કરવા, પ્રસવનો રેકોર્ડ રાખવા, નવજાતનું રજીસ્ટ્રેશન કરવા, જન્મ બાદ રસીના ડોઝ આપવા અને અન્ય રસીકરણ કાર્યક્રમ માટે કરવામાં આવશે.
યૂ-વિન (U-WIN) પર રસીકરણ સેવાઓ, રસીકરણની તાજેતરની સ્થિતી, વિતરણ, નિયમિત રસીકરણ સત્ર કરાવાની યોજના અને એન્ટીજન વાઈઝ કવરેઝ જેવી જાણકારી એકઠી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યૂ વિન પર તમામ ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના રસીકરણ માટે વ્યક્તિગત ટ્રેકિંગ, આગામી ડોઝ માટે રિમાઈંડર અને ડ્રોપઆઉટને ફોલો અપ માટે ડિજિટલ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તમ યોજના અને રસીકરણ વિતરણ માટે સ્વાસ્થ્ય કાર્યકર્તા અને કાર્યક્રમ મેનેજમેન્ટ નિયમિત રસીકરણ સત્ર અને રસીકરણ કવરેજનો રિયલ ટાઈમ ડેટા ઉત્પન્ન કરવામાં સક્ષમ રહેશે.
65 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરુઆત
ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આભા આઈડી (આયુષ્યમન ભારત સ્વાસ્થ્ય અકાઉન્ટ) અંતર્ગત રસીકરણ કાર્ડ બનાવામાં આવશે અને તમામ રાજ્ય અને જિલ્લાના લાભાર્થીઓને ટ્રેક કરવા અને રસીકરણ કરવા માટે એક સામાન્ય ડેટાબેસ સુધી પહોંચી શકશે. અધિકારીએ જણાવ્યું છે કે, આ મંચ દ્વારા લોકો નિયમીત રસીકરણ સત્રની તપાસ કરવાની સાથે અપ્વાઈંટમેન્ટ બુક કરી શકશે. તેમણે કહ્યું કે, તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 65 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે યૂ વિન શરુ કરવામાં આવશે. કર્મચારીઓ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને તેના માટે ટ્રેનિંગ ાપવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર