ખેડૂતો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર ફ્રીમાં આપશે તેલીબિયાં

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરમાં પેટ્રોલ-ડીઝલની સાથે સાથે ખાદ્યતેલના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્યતેલમાં ખૂબ જ ભાવવધારો થયો છે. કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને ફ્રીમાં તેલીબિયાં આપશે, આ કારણોસર લોકોને સસ્તા ભાવે ખાદ્યતેલ મળશે. સરકારને આશા છે કે આ નિર્ણયથી તેલીબિયાંના ઘરેલુ ઉત્પાદનમાં વધારો થશે. જાણકારો અનુસાર 1960ના દાયકાના વિંટેજનો વિચાર હવે વધુ સારુ પરિણામ નહીં આપી શકે.

કૃષિમંત્રીએ આપી જાણકારી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જાણકારી આપી છે કે દેશના એક તૃતિયાંશ જિલ્લામાં જુલાઈ મહિનામાં શરૂ થતા ખરીફ પાક માટે ફ્રીમાં તેલીબિયાં આપવામાં આવશે. ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત હજારો પેકેટ આપવામાં આવશે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર સરકાર તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અંદાજે 8,00,000 સોયાબીન બીજની મિની કિટ અને 74,000 મગફળીના બીજની મિની કિટ આપી રહી છે.

આ પણ વાંચો - Explained: ખાદ્યતેલના ભાવમાં ભડકા પાછળ કારણ શું, સરકાર પાસે કયા વિકલ્પો? જાણો

રેટ્સમાં કેટલો વધારો થયો

કન્ઝ્યૂમર અફેર્સ મિનિસ્ટ્રીના એક વર્ષના આંકડા અનુસાર ખાદ્યતેલના ભાવમાં 60%નો વધારો થયો છે. એક લીટર સરસિયા તેલનો સરેરાશ ભાવ મે મહિનામાં વધીને રૂ. 170 થયો છે. ગયા વર્ષે સરસિયા તેલનો ભાવ રૂ. 120 હતો. આ પ્રકારે છેલ્લા એક દાયકામાં સીંગતેલ, સોયાબીન તેલ, પામ તેલ અને સનફ્લાવર તેલના ભાવ સૌથી વધારે છે.

સરકારનો આ વર્ષે જુલાઈથી શરૂ થતી આગામી ખરીફ સિઝનમાં 6.37 લાખ હેક્ટર વિસ્તારમાં તૈલીય બીજનું વાવેતર કરવાનો ઉદ્દેશ્ય છે. આ નિર્ણયથી 1.2 લાખ કવિન્ટલ તેલીબિયાં અને 24.3 લાખ કવિન્ટલ ખાદ્યતેલનું ઉત્પાદન થવાની સંભાવના છે.

કોને થશે ફાયદો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના 41 જિલ્લામાં પાક માટે રૂ. 76.03 કરોડના ખર્ચે સોયાબીના બીજનું વિતરણ કરવામાં આવશે. તેનાથી 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં તૈલીય બીજની વાવણી કરવામાં આવશે. રૂ. 104 કરોડના ખર્ચે સોયાબીનના બીજનું આઠ રાજ્યોમાં વિતરણ કરવામાં આવશે, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતના 73 જિલ્લા સામેલ છે. આ રાજ્યોમાં 3,90,000 હેક્ટરનો વિસ્તાર સામેલ હશે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 90 જિલ્લામાં અંદાજે 8.16 લાખ બીજની મિની કિટનું વિતરણ કરવામાં આવશે. જ્યાં ખેતી માટેનો વિસ્તાર 10.06 લાખ હેક્ટર રહેશે.
First published: