Home /News /national-international /ગુજરાતની મોટા ભાગની યુવતીઓ કઈ ઉંમરમાં કરે છે લગ્ન? સામે આવ્યો ચોંકાવનારો આંક

ગુજરાતની મોટા ભાગની યુવતીઓ કઈ ઉંમરમાં કરે છે લગ્ન? સામે આવ્યો ચોંકાવનારો આંક

ભારતમાં મહિલાઓના લગ્નની સરેરાશ ઉંમર અંગેનો ડેટા

Woman Marriage Data: સરકાર દ્વારા મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર અંગેનો ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અનેક ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. વર્ષ 2020 માં કેરળમાં 18 વર્ષથી ઓછી વયની કોઈ મહિલાના લગ્ન કરવામાં આવ્યા નથી. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન 21 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં થઈ જાય છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના આંકડા ચોંકાવનારા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દેશમાં મહિલાઓના લગ્ન અંગે સરકાર દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન 21 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં થઈ જાય છે. આ સાથે જ, ગુજરાતનો 21 બાદ લગ્નના આંકમાં ભારતમાં 2જા ક્રમનું રાજ્ય બન્યું છે. તેની સામે, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ આંકડો અનુક્રમે માત્ર 10 અને 17 ટકા છે. જોકે, બિમારુ રાજ્ય તરીકે માનવામાં આવતા બિહારે કેરળ જેવા સૌથી વિકસિત અને શિક્ષિત રાજ્યની બરાબરી કરી છે. ડેટાના વિશ્લેષણથી એ વાત સામે આવી છે કે, 21 પ્લસ વય જૂથમાં બિહાર અને કેરળની સ્થિતિ સમાન છે. ડેટામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેશના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષની વચ્ચે થાય છે.

    આ પણ વાંચો: શું તમે પણ રાત્રે લગ્નના સપના જુઓ છો? તો જાણી લો સ્વપ્ન શાસ્ત્રમાં તેનો શું છે અર્થ?

    સરકારે વર્ષ 2020નો ડેટા જાહેર કર્યો છે. વિવિધ વયજૂથની મહિલાઓના લગ્નને લઈને નવા અને રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. બિહાર અને કેરળમાં સરેરાશ 72.6 ટકા મહિલાઓએ 21 વર્ષથી વધુ વય જૂથમાં લગ્ન કર્યા હોવાનું નોંધાયું છે. તે જ સમયે, સૌથી વધુ ઉંમરમાં લગ્ન કરવાના મામલામાં જમ્મુ-કાશ્મીર ટોચ પર છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 90.7 ટકા મહિલાઓના લગ્ન 21 વર્ષથી પછીની ઉંમરમાં થાય છે. આ મામલામાં ગુજરાત બીજા (85.2 ટકા), ઉત્તરાખંડ ત્રીજા (84 ટકા), પંજાબ ચોથા (83 ટકા) અને મહારાષ્ટ્ર પાંચમા (82.7 ટકા) ક્રમમાં આવે છે. સરકારના ડેટા પ્રમાણે, દેશભરમાં સરેરાશ 70.5 ટકા રેશિયો સામે આવ્યો છે.

    ગ્રામીણ ભારતની સ્થિતિ:

    ગ્રામીણ ભારતમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓ 18 થી 20 વર્ષની વય વચ્ચે લગ્ન કરે છે. જણાવી દઈએ કે, દેશના ગ્રામીણ ભાગોમાં વિવિધ કારણોસર લગ્નની સરેરાશ ઉંમર ઓછી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં નોંધપાત્ર સુધારો પણ જોવામાં આવી રહ્યો છે. આ અગાઉ મોટી સંખ્યામાં છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરવામાં આવતા હતા, પરંતુ હવે આ સંબંધિત આંકડાઓમાં માત્ર મજૂરવર્ગ જ જોવા મળે છે.



    કેરળમાં 18 વર્ષથી ઓછી ઉંમરના એક પણ લગ્ન નથી:

    કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. નાની ઉંમરમાં લગ્ન કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2020માં કેરળમાં 18 વર્ષથી ઓછી ઉંમરની એક પણ છોકરીના લગ્ન થયા નથી. તે જ સમયે, ઝારખંડ (5.8 ટકા) આ બાબતમાં ટોચ પર છે. તે બાદ, પશ્ચિમ બંગાળનો 4.7 ટકા સાથે બીજો નંબર આવે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Marriage Act, Marriage age, Married women

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन