કોરોના મૃતકના પરિવારજનોને મળશે 50 હજાર રૂપિયા સહાય, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ

આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાથી મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવે

Covid death- કેન્દ્ર સરકારની અંડરમાં કામ કરનારી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીઆરએફે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કોરોના સાથે જોડાયેલ મોત પર સહાયની રકમ અને પ્રતિક્રિયા વિશે જાણકારી આપી

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્ર સરકારે (Central Government)સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આપેલા એક જવાબમાં કહ્યું કે કોરોનાના (Corona)મૃતકના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય (50 Thousand Compensation)આપવામાં આવશે. સહાયની આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રિલીફ ફંડથી પીડિતોના પરિવારજનોને આપશે. કેન્દ્ર સરકારની અંડરમાં કામ કરનારી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીઆરએફે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કોરોના સાથે જોડાયેલ મોત પર સહાયની રકમ અને પ્રતિક્રિયા વિશે જાણકારી આપી હતી.

    આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાથી મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવે. નિયમ પ્રમાણે પ્રાકૃતિક સંકટથી મરનારના પરિવારને ચાર લાખ રૂપિયા સહાય મળે છે. જોકે મોટા પ્રમાણમાં કોરોનાથી લોકોના મોત થયા છે તે પછી કેન્દ્ર સરકારે સહાય આપવાથી ઇન્કાર કરી દીધો હતો.

    સુપ્રીમ કોર્ટનું દબાણ

    કેન્દ્રએ કહ્યું હતું કે આટલી મોટી સહાય આપવાથી સરકારને મોટું નુકસાન થશે. જોકે સુપ્રીમ કોર્ટના દબાણ પછી બુધવારે એનડીઆરએફે જણાવ્યું કે કોરોનાથી મરનારના પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.

    આ પણ વાંચો - કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો, દૂધાળા પશુનું મૃત્યુ થશે તો 50 હજાર રૂપિયા મળશે

    પરિવારે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં આપવી પડશે અરજી

    આ પૈસા રાજ્ય સરકારની અંતર્ગત કામ કરનારી એસડીઆરએફ આપશે. આ માટે પરિવારે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં અરજી કરવી પડશે. આ અરજી સાથે કોરોનાથી થયેલા મોતની સાબિતી એટલે કે મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. એ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન કોરોનાથી થનાર મોતના સંબંધમાં સહાયની પ્રક્રિયા જારી રાખવામાં આવશે.

    દેશમાં 24 કલાકમાં 383 દર્દીએ જીવ ગુમાવ્યા

    બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,964 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 383 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,31,498 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 82,65,15,754 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 75,57,529 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 27 લાખ 83 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,01,989 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,45,768 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
    Published by:Ashish Goyal
    First published: