કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નોકરી ગુમાવનાર લોકોને 2022 સુધી મળશે PF

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નોકરી ગુમાવનાર લોકોને 2022 સુધી મળશે PF

EPFO news- કોરોના મહામારીના (Corona epidemic)કારણે નોકરી ગુમાવનાર લોકો માટે રાહતના સમાચાર

  • Share this:
    નવી દિલ્હી : કોરોના મહામારીના (Corona epidemic)કારણે નોકરી ગુમાવનાર લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)કહ્યું કે જે લોકોએ આ મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવી છે તે બધાના ઇપીએફઓ (EPFO)એકાઉન્ટમાં સરકાર 2022 સુધી પીએફ (PF)અંશદાન જમા કરશે. વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે લોકોનું ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન હશે તે લોકોને જ આ સુવિધાનો લાભ મળી શકશે.

    મનરેગાનું બજેટ વધારીને 1 લાખ કરોડ

    તેમણે કહ્યું કે કોરોનાના કારણે રોજગાર પર સંકટને જોતા આ વર્ષનું મનરેગાનું બજેટ 60 હજાર કરોડ રૂપિયાથી વધારીને એક લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

    યૂનિટ્સનું ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન જરૂરી

    વિત્ત મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તે લોકો માટે 2022 સુધી નિયોક્તાની સાથે-સાથે કર્મચારીના પીએફ ભાગનું ભુગતાન કરશે. જેમણે પોતાની નોકરી ગુમાવી દીધી છે, જોકે તેમને ઔપચારિક ક્ષેત્રમાં નાના પ્રમાણમાં નોકરીઓમાં કામ કરવા માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે. આ યૂનિટ્સનું ઇપીએફઓ રજિસ્ટ્રેશન થવા પર જ સુવિધા આપવામાં આવશે.

    આ પણ વાંચો - 2000 રૂપિયાની ફાટેલી નોટના બદલે બેંક આપે છે આટલા રૂપિયા, જાણો ક્યાં અને કેવી રીતે બદલશો આ નોટ

    MSMEને જે સ્થાન દશકો સુધી નથી મળ્યું તે અમે અપાવી રહ્યા છીએ

    વિત્ત મંત્રીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ એટલે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને દશકો સુધી જે સ્થાન નથી મળ્યું તે કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે અપાવ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એમએસએમઇને યોગ્ય ઓળખ આપી છે. આ ક્ષેત્રને દશકો સુધી જે સ્થાન નળી મળ્યું તે તેને અપાવવામાં આવી રહ્યું છે અને આગળ પણ શાનદાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં જોવો તો કેન્દ્ર સરકારે ઘણી અલગી ચીજો કરી છે. સરકારે MSMEની પરિભાષાને ઘણા લચીલા રીતથી બદલી છે. હાલમાં જ સંસદમાં એક વિધેયક લાવવામાં આવ્યું છે જેનાથી MSME ક્ષેત્રને સીધી રીતે ફાયદો થશે.
    Published by:Ashish Goyal
    First published: