સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના

સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના
હાલના સમયમાં સ્ત્રીઓની લગ્ન કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ નિયત છે

હાલના સમયમાં સ્ત્રીઓની લગ્ન કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ નિયત છે

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર (Modi Government)એ મહિલાના માતા બનવા અને તેમના લગ્ન સાથે જોડાયેલો એક અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે જયા જેટલીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટાસ્કફોર્સનું મુખ્ય કામ એ વાતની સમીક્ષા કરવાનું હશે કે લગ્ન અને માતા બનવા માટે મહિલા અને તેના બાળકના સ્વાસ્થ્ય અને પોષણ સાથે કેટલો સંબંધ હોય છે. સાથે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર દ્વારા ગઠિત ટાસ્ક ફોર્સ મહિલાઓના લગ્નની ઉંમરની સમીક્ષા પણ કરશે. ટાસ્ક ફોર્સને કહેવામાં આવ્યું છે કે તેઓ યુવતીઓની વચ્ચે હાયર એજ્યૂકેશને પ્રોત્સાહન આપવાની ભલામણ પણ કરે.

  ટાસ્ક ફોર્સ 31 જુલાઈએ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ટાસ્ક ફોર્સમાં જયા જેટલી ઉપરાંત ડૉ. વી. કે. પૉલ, સભ્ય (સ્વાસ્થ્ય) નીતિ આયોગ, ઉચ્ચ શિક્ષાના સચિવ, સ્કૂલ શિક્ષા, સ્વાસ્થ્ય, મહિલા તથા બાળ વિકાસ ઉપરાંત શિક્ષાવિદ નજમા અખ્તર, વસુધા કામત અને દીપ્તી શાહ સામેલ છે.  આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો

  નોંધનીય છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મહિલાની માતા બનવાની યોગ્ય ઉંમર વિશે સલાહ આપવા માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. સરકારની આ કવાયત પાછળ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. હાલના સમયમાં સ્ત્રીઓની લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ નિયત છે.

  શું છે મામલો?

  આ મામલાની જાણકારી ધરાવતાં લોકોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર 2017માં આવેલો એક ચુકાદો સરકારની આ કવાયતનું કારણ હોઈ શકે છે. કોર્ટે કહ્યું હતું કે વૈવાહિક બળાત્કાર (marital rape)થી મહિલાઓને બચાવવા માટે બાળ વિવાહ સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવું જોઇએ. સુપ્રીમ કોર્ટે લગ્ન માટે લઘુત્તમ ઉંમર વિશે નિર્ણય લેવાનું કામ સરકાર પર છોડ્યું હતું. બીજી તરફ, કહેવામાં આવી રહ્યું છે કે જો માતા બનવાની કાયદાકિય ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવે છે તો મહિલાની બાળકને જન્મ આપવાની ક્ષમતાવાળા વર્ષોની સંખ્યા આપ મેળે ઘટી જશે.

   

  આ પણ વાંચો, PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો
  Published by:News18 Gujarati
  First published:June 05, 2020, 10:00 am

  ટૉપ ન્યૂઝ