કેન્દ્ર સરકારે સૈન્યને કહ્યું, રમઝાન માસમાં કાશ્મીરમાં કોઇ ઓપરેશન ન કરવું

News18 Gujarati
Updated: May 16, 2018, 5:26 PM IST
કેન્દ્ર સરકારે સૈન્યને કહ્યું, રમઝાન માસમાં કાશ્મીરમાં કોઇ ઓપરેશન ન કરવું

  • Share this:
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને સૂચના આપી છે કે, જમ્મુ-કાશ્મીરમાં રમઝાન મહિના દરમિયાન કોઇ લશ્કરી ઓપરેશન ન કરવું. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંઘે વાત જાહેર કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં સિઝફાયર જાહરે કર્યું હતું.

જો કે, કોઇ આતંકવાદી હુમલો થાય અને નાગરિકોના રક્ષણની જરૂર ઉભી થાય તેવા સંજોગોમાં ભારતીય સૈન્ય પાસે એ અધિકાર રહેશે જ. રાજનાથ સિંઘે આ જાહેરાત તેમના ટ્વીટર અકાઉન્ટ દ્વારા કરી હતી અને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મિરના મુખ્ય-મંત્રી મહેબુબા મુફ્તીએ સિઝફાયર વિશે વાત કરી હતી. જો કે, જમ્મુ-કાશ્મિરના ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારને કહ્યું હતુ કે, સિઝફાયર ન કરવું જોઇએ અને સૈન્યના મનોબળને તોડવું ન જોઇએ.

જો કે, કેન્દ્ર સરકારે સિઝફાયરનો અમલ કરવાનું નક્કી કર્યું હતું. રાજનાથ સિંઘે ટ્વીટ દ્વારા જાણકારી આપી કે, દરેક નાગરિકની એ ફરજ છે કે મુસ્લિમ ભાઇઓ અને બહેનો શાંતિથી રમઝાન ઉજવી શકે એ જરૂરી છે. તેમને કોઇ તકલીફ ન પડે એ જોવું જોઇએ. શાંતિપુર્ણ વાતાવરણમાં પવિત્ર રમઝાન માસની ઉજવણી થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો મુસ્લિમ ધર્મને ખરાબ કરે છે તેવા લોકોને જુદા તારવવા જોઇએ. આ લોકો હિંસા અને આતંક ફેલાવે છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ આવકાર્યો હતો અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંઘનો આભાર માન્યો હતો. તેમણે અન્ય પાર્ટીઓનો પણ આભાર માન્યો હતો.
First published: May 16, 2018, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading