સુપ્રીમ કોર્ટને 5 નવા જજો મળ્યા, કોલેજિયમની ભલામણ પર કેન્દ્ર સરકારે આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટને 5 નવા જજો મળ્યા
Supreme Court Judge: જ્યારે આ જજો આવતા અઠવાડિયે શપથ ગ્રહણ કરશે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 32 થઈ જશે. હાલમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત 27 ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલતમાં કામ કરી રહ્યા છે, જ્યારે CJI સહિત તેની મંજૂર સંખ્યા 34 છે.
નવી દિલ્હી: ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના (Supreme Court) કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં, સુપ્રીમ કોર્ટને શનિવારે પાંચ નવા જજો મળ્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પસંદગી આપવામાં આવી છે. જેની કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) ટ્વિટ કરીને માહિતી આપી હતી.
Supreme Court Judge: જ્યારે આ જજો આવતા અઠવાડિયે શપથ ગ્રહણ કરશે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 32 થઈ જશે. હાલમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત 27 ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલતમાં કામ કરી રહ્યા છે, જ્યારે CJI સહિત તેની મંજૂર સંખ્યા 34 છે.
સુપ્રીમ કોર્ટને 5 નવા જજો મળ્યા
કોલેજિયમની ભલામણો છતાં ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરમાં સરકાર તરફથી વિલંબ પર સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા કડક અવલોકનો વચ્ચે આ નિમણૂંકો કરવામાં આવી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ પાંચ નિમણૂકોને બેન્ચની ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી અને આ નિમણૂકો કેન્દ્ર દ્વારા વિચારણાના નિર્ણય પછી કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર