2-3 દિવસની અંદર ઉદ્યોગો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરશે, નિતિન ગડકરીનો ઇશારો

2-3 દિવસની અંદર ઉદ્યોગો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરશે, નિતિન ગડકરીનો ઇશારો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

ઉદ્યોગોએ પણ તે સમજવું જોઇએ કે સરકારની નાણાંકીય સ્થિત પણ તંગ છે.

 • Share this:
  કોવિડ 19 સંકટ (Covid 19 Crisis)ને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર (Central Goverment) બહુ જલ્દી જ નાણાંકીય પેકેજ (Relief Package for industries)ની જાહેરાત કરશે. રાષ્ટ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ સોમવારે આ અંગે જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે સરકારની પોતાની કેટલીક મર્યાદા છે. તમામ લોકોને બચાવવા માટે અમે પોતાના સ્તરે હર સંભવ પ્રયાસ કરી રહ્યા છે.
  ગડકરીએ તેલંગાનાના ઇસ્ડસ્ટ્રી એવ કૉમર્સ મેબર્સથી વીડિયો કોન્ફેર્નિંગ દ્વારા વાતચીત દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે લગભગ 2-3 દિવસની અંદર સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.  નિતિન ગડકરી સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ના મંત્રી પણ છે. તેમણે કહ્યું કે MSME મંત્રાલયે પણ નાણાં મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને પોતાના સૂચનો મોકલ્યા છે. ગત મહિને ગડકરી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 1 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ પર કામ કરી રહી છે. જેથી તે સુનિશ્ચિત થાય કે નાના વેપારને સમય પર પગાર રિફંડ મળી શકે અને તેમને પોતાનો વેપાર ચાલવવામાં કોઇ મુશ્કેલી ના થાય.

  દેશની GDPમાં મહત્વની ભૂમિકા ભજવનાર લાખો લોકોને રોજગાર આપનાર MSME સેક્ટરને લોકડાઉનના કારણે મોટું નુક્શાન થયું છે. ગરીબ, ખેડૂતો અને નાના વેપારીઓ માટે નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંકને અનેક પગલા લીધા છે. જો કે હજી MSME સેક્ટરને બળ આપવા માટે અનેક પગલાં ઉઠાવવા જરૂરી છે. ગડકરીએ સોમવારે તેમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર સતત તમામ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરતી આવી છે. અને ઉદ્યોગોએ પણ તે સમજવું જોઇએ કે સરકારની નાણાંકીય સ્થિત પણ તંગ છે.
  First published:May 12, 2020, 10:58 am

  टॉप स्टोरीज