દેશમાં લૉકડાઉન 5.0 આવશે કે નહીં? આજે નિર્ણય આવી શકે

News18 Gujarati
Updated: May 30, 2020, 9:41 AM IST
દેશમાં લૉકડાઉન 5.0 આવશે કે નહીં? આજે નિર્ણય આવી શકે
પીએમ મોદી.

કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ 24મી મેના રોજ પ્રથમ વખત દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના ચેપને રોકવા માટે દેશભરમાં આજકાલ લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે. લૉકડાઉનનો ચોથો તબક્કો (Lockdown 4.0) રવિવારે એટેલે કે 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આથી સ્વાભાવિક રીતે સવાલ થાય કે લૉકડાઉન વધશે કે નહીં? કે પછી લૉકડાઉનને વધારીને કેટલીક વધારાની છૂટછાટ આપવામાં આવશે. આજે કેન્દ્ર સરકાર આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય કરી શકે છે. આ મામલે શુક્રવારે વડાપ્રધાન મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે એક મહત્ત્વની બેઠખ મળી હતી.

મોદી-અમિત શાહ વચ્ચે ખાસ બેઠક

બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી સામે લૉકડાઉન અંગે પોતાની વાત રાખી હતી. જે બાદમાં અમિત શાહે શુક્રવારે પીએમ મોદી સાથે ખાસ બેઠક કરી હતી. તેમણે મુખ્યમંત્રીઓના અભિપ્રાયો અંગે પીએમ મોદીને માહિતી આપી હતી. આ પ્રથમ પ્રસંગ છે જ્યારે અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અલગ અલગ વાતચીત કરી હતી. આ પહેલા લૉકડાઉનનો તબક્કો પૂરો થતા પહેલા ખૂદ પીએમ મોદીએ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી.

 આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ

લૉકડાઉન વધારવાની માંગ

એવું માનવામાં આવી રહ્યું છે કે અનેક રાજ્યએ લૉકડાઉન વધારવાની માંગ કરી છે. ગત વખતે કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં છૂટ આપવા અંગે રાજ્યોનો જાતે નિર્ણય કરવાનું કહ્યું હતું. આ વખતે પણ આવું થઈ શકે છે. એવી સંભાવના રહેલી છે કે પહેલી જૂનથી પ્રતિબંધ લગાવવા કે હટાવવા અંગે કેન્દ્ર સરકારની બહુ સીમિત ભૂમિકા હશે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થાનિક સ્તર પર આ પ્રકારના મુદ્દા અંગે નિર્ણય લેશે. 

ક્યારે ક્યારે લૉકડાઉન વધ્યું?

કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત 24મી માર્ચના રોજ 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું હતું. આ લૉકડાઉનને બાદમાં ત્રીજી મે અને બાદમાં 17 મે સુધી વધારવામાં આવ્યું હતું. ચોથા તબક્કામાં લૉકડાઉન 31મી મે સુધી વધારવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોવિડ 19ના કેસ શુક્રવારે વધીને 1,65,799 થઈ ગયા છે. જે બાદમાં ભારત દુનિયામાં કોરોના વાયરસના સૌથી પ્રભાવિત દેશની યાદીમાં નવમા નંબર પર પહોંચી ગયું છે. દેશમાં કોવિડ 19ને કારણે મૃતકોની સંખ્યા વધીને 4,706 થઈ ગઈ છે.
First published: May 30, 2020, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading