કોરોના સંકટ : મજૂરોની ઘરવાપસી માટે તૈયાર થઈ રહ્યો છે પ્લાન, કેન્દ્ર સરકાર આટલી શરતો મૂકી શકે

કોરોના સંકટ : મજૂરોની ઘરવાપસી માટે તૈયાર થઈ રહ્યો છે પ્લાન, કેન્દ્ર સરકાર આટલી શરતો મૂકી શકે
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન પૂર્ણ થયા બાદ પ્રવાસી મજૂરોની પરેશાની ઓછી થાય તેવા સંકેત, કેન્દ્ર સરકાર બનાવી રહી છે ખાસ પ્લાન.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection)ને રોકવા માટે આજકાલ દેશમાં ત્રીજી મે સુધી લૉકડાઉન (Lockdown) લાગૂ છે. આનાથી દેશભરમાં અનેક જગ્યાએ પ્રવાસી મજૂરો (Migrant Workers) ફસાયેલા છે. આ મજૂરો કેમ પણ કરીને પોતાના વતન પરત ફરવા માંગે છે. આથી તેમની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર (Central Government) ખાસ પ્લાન બનાવી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લૉકડાઉન ખુલતાની સાથે જ આ લોકોની ઘર વાપસી થઈ શકે છે.

  પ્લાન તૈયાર થઈ રહ્યો છે  સૂત્રોના જણાવ્યા પ્રમાણે મજૂરોની ઘર વાપસી માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરકારે મજૂરોને પરત લાવવા માટે પહેલા જ હા પાડી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મજૂરોને સીધા જ તેમના ઘરે નહીં મોકલવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના રાજ્યમાં પહોંચ્યા બાદ સૌથી પહેલા આ મજૂરોને એક ખાસ જગ્યા પર ક્વૉરન્ટી કરવામાં આવશે. જે બાદમાં તમામને પોત પોતાના ગામમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે લૉકડાઉન લાગૂ થયા બાદ આ મજૂરો ઘર જવાની આશામાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરોના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા પણ થયા હતા.

  આ પણ વાંચો : લૉકડાઉન : રાજ્યમાં રવિવારથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

  શિવરાજસિંહ ચૌહાણનો નિર્ણય

  મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણા આ અંગે અધિકારીઓને આદેશ આપ્યા છે. સીએમ શિવરાજના જણાવ્યા પ્રમાણે જે મજૂરો લૉકડાઉનને પગલે બહાર ફસાયેલા છે તેમને પરત લાવવમાં આવશે. તેમણે આ સંદર્ભે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. મધ્ય પ્રદેશ સરકાર મજૂરોને પરત લાવવા માટે પોતાના સ્તર પર સંપૂર્ણ વ્યવસ્થા કરશે. આ સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફસાયેલા લોકોને પણ પોતાના વતનમાં જવાની છૂટ આપવામાં આવશે.

  રેલવે મંત્રીને પત્ર લખ્યો

  ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મજૂરોની મદદ માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખ્યો હતો. તેમણે રેલવે મંત્રીને વિનંતી કરી હતી કે લૉકડાઉનમાં મહારાષ્ટ્રમાં અલગ અલગ શહેરમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પરત લઈ જવા માટે ટ્રેન દોડાવવામાં આવે. આ ટ્રેન પૂણે અને મુંબઈથી ચલાવવાની માંગ કરવામાં આવી હતી.
  First published:April 25, 2020, 15:01 pm