કેન્દ્ર સરકારે લોન્ચ કરી દુનિયાની સૌથી સસ્તી Corona Testing Kit, કેટલા રૂપિયાથી થાય છે શરૂ?

કેન્દ્ર સરકારે લોન્ચ કરી દુનિયાની સૌથી સસ્તી Corona Testing Kit, કેટલા રૂપિયાથી થાય છે શરૂ?
વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટીંગ કીટ

ભારતના સર્વસામાન્ય લોકો માટે ટેસ્ટિંગના રેટ વ્યાજબી નથી. તેની વધારે કિંમતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આજે સૌથી સસ્તી કોરોના ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી છે.

 • Share this:
  નવી દિલ્હી : આ સમયે પૂરા વિશ્વના દેશ પોતાના સ્તર પર કોરોના સામે જંગ લડી રહ્યા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ પણ કોરોના પૂરી દુનિયા માટે મુશ્કેલી બનેલો છે. આ વાયરસની તપાસ માટે બનાવવામાં આવેલી ટેસ્ટિંગ કીટની કિંમત પણ વધારે , જેના કારણે વધારે ટેસ્ટિંગ નથી થઈ રહ્યું. ભારતના સર્વસામાન્ય લોકો માટે ટેસ્ટિંગના રેટ વ્યાજબી નથી. તેની વધારે કિંમતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આજે સૌથી સસ્તી કોરોના ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી છે.

  કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને માનવ સંશાધન નિભાગના રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ એક સાથે આજે વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી છે. દિલ્હી આઈઆઈટીએ આ સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કીટ બનાવી છે. આ આયોજન દરમિયાન, કોરટેનિંગના પ્રબંધ નિર્દેશક, જતિન ગોયલે કહ્યું કે, કીટની કિંમત લગભગ 650 રૂપિયા આસપાસ હોઈ શકે છે.  લોકસત્તામાં છપાયેલા સમાચાર અનુસાર, ન્યૂટેક મેડિકલ કંપની આ કીટને બજારમાં ઉપલબ્ધ કરાવશે. આ કીટનું નામ કોરોશ્યોર હશે. કોરોશ્યોરના કારણે દેશમાં કોરોના ટેસ્ટિંગની રીતમાં ફેરફાર આવશે. ત્યારબાદ ટેસ્ટિંગની સંખ્યા અને કિંમતમાં અંતર જોવા મળશે.

  દિલ્હી આઈઆઈટીના નિર્દેશક વી રામગોપાલ રાવે કહ્યું કે, ન્યૂટેક મેડિકલ કંપની આઈઆઈટી દિલ્હીની ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. સસ્તા દર હોવાના કારણે મહિનામાં 20 લાખ ટેસ્ટ કરવા સંભવ થશે. આ કીટને આઈસીએમઆર અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાએ પણ પરમિશન આપી દીધી છે.
  Published by:kiran mehta
  First published:July 15, 2020, 19:26 pm