Lockdwon Phase 2 : શું ખુલ્લું રહેશે અને શું બંધ? કેન્દ્ર સરકારની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

News18 Gujarati
Updated: April 15, 2020, 11:01 AM IST
Lockdwon Phase 2 : શું ખુલ્લું રહેશે અને શું બંધ? કેન્દ્ર સરકારની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
પ્રતિકાત્મક તસવીર

માર્ગદર્શિકા પ્રમાણે તમામ ગતિવિધિ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજૂરી બાદ શરૂ થશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને પગલે દેશમાં લૉકડાઉન (Lockdown) ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડલાઇન (Guidelines) જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ખાણી-પીણી અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કારખાના ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે મનરેગાના કામોને પણ છૂટ આપવામાં આવી છે. જે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે.

નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ગતિવિધિ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની પરવાનગી બાદ શરૂ થશે. આ માટે પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાયો પણ કરવામાં આવે.

આ પણ વાંચો : લૉકડાઉન પાર્ટ-2 માર્ગદર્શિકા : સ્મશાનયાત્રામાં 20થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

ગૃહ મંત્રાલય (MHA) તરફથી કોવિડ 19 મામલે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ જાહેર સ્થળો, કામના સ્થળો પર ફેસ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત જાહેર સ્થળો પર થૂંકવી દંડપાત્ર ગુનો છે.

કહેવામાં આવી રહ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવન-જાવન, મેટ્રો, બસ સેવા પર  ત્રીજી મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન-2 પર ગૃહ મંત્રાલયે કહ્યું કે તમામ સામાજિક, રાજનીતિક, રમતગમત, ધાર્મિક કામ, ધાર્મિક સ્થળો, પૂજા સ્થળો ત્રીજી મે સુધી જનતા માટે બંધ રહેશે.

ગાઇડ લાઇન પ્રમાણે બસ કે પ્લેન નહીં ચાલે. પહેલા જેમને છૂટ મળી છે તે છૂટ ચાલુ રહેશે. આ ઉપરાંત કૃષિ સાથે જોડાયેલા કામોને છૂટ આપવામાં આવી છે. આ સાથે જ કોરોના વૉરિયર્સને બસો કે ટ્રેનો મારફતે આવન-જાવનની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ ઉદ્યોગો પર રોક ચાલુ રહશે. તમામ પ્રકારની પરિવહન સેવા પર રોક ચાલુ રહેશે. 

શું બંધ રહેશે?

>> તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ
>> ટ્રેન (મુસાફર ટ્રેનના સંદર્ભમાં)
>> તમામ એજ્યુકેશન સંસ્થાઓ, કોચિંગ કે ટ્રેનિંગ સેન્ટર્સ
>> ઇન્ડસ્ટ્રીયલ તેમજ કૉમર્શિયલ ગતિવિધિ
>> તમામ હોટલ, ટેક્સી, ઓટો, સાઇકલ રિક્ષા, સિનેમા હૉલ, શૉપિંગ કૉમ્પલેક્સ
>> જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, બાર, થિયેટર
>> તમામ ધાર્મિક સ્થળો, કે કોઈ ઇવેન્ટ

શું શરૂ રહેશે ?

આયુષ સહિત તમામ હેલ્થ સેવા ચાલુ રહેશે. જે પ્રમાણે હૉસ્પિટલો, નર્સિંગ હોમ, ફાર્મસી, કેમિસ્ટ, ડિસ્પેન્સરી, તમામ પ્રકારની મેડિકલ શોપ, મેડિકલ લેબોરેટરી અને કલેક્શન સેન્ટર્સ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ રિસર્સ લેબ્સ, કોવિડ 19 અંગે સંશોધન કરી રહેલી સંસ્થા, વેટરનીટી હૉસ્પિટલો, પેથોલોજી બેલોરેટરી, વેક્સીન અને દવા માટે સેલ્સ એન્ડ સપ્લાય સેવા, દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ વગેરે ચાલું રહેશે .

કૃષિને લગતી છૂટ :

ખેડૂતો તેમજ ખેત મજૂરો ખેતીકામ કરી શકશે. એપીએમસી કે રાજ્ય કે કેન્દ્રશાસિત મંડીઓ ખુલ્લી રાખી શકાશે. ખેત ઓજારોને લગતી દુકાનો ખુલ્લી રાખી શકાશે. કિટનાશક તેમજ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન અને વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત લણણી કે સોંપણી માટેના વાહનો (દા.ત. હાર્વેસ્ટિંગ મશિન )રાજ્યમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકશે.

સોશિયલ સેક્ટર્સ :

બાળ હોમ, સિનિયર સિટિઝન હોમ, મહિલા કે વિધવા હોમ, માનસિક વિકલાંગ સહિત ખુલ્લા રાખી શકાશે. આ ઉપરાંત બાળ અપરાધીઓની દેખરેખ માટે ઓબ્ઝર્વેશન હોમ ખુલ્લા રાખી શકાશે. આંગણવાડીની ફૂડ કે ન્યૂટ્રીશિયન્સ વહેંચણીનું કામ ચાલુ રાખી શકાશે. જેમાં લાભકર્તા આંગણવાડીની મુલાકાત નહીં લે પરંતુ આ તમામ વસ્તુઓ તેમના ઘરે પહોંચાડવાની રહેશે.
First published: April 15, 2020, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading