દેશભરમાં Corona કેસ ઘટતા કેન્દ્ર સરકારે શાળાઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી
મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે શાંત પડતી લાગી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં (covid-19 case) એકદમથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે 13 ફેબ્રુઆરીએ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અંગેની વાત કરીએ તો કોરોનાના કેસો 1000ની નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં 1274 કેસ નોંધાયા હતા. જ્યારે 3022 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ દર્દીઓના મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રવિવારે કોરોનાથી 13 દર્દીઓના મોત નીપજ્યા હતા.
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની ઝડપ હવે ધીમી પડી રહી છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 પ્રોટોકોલ (Covid-19 Protocol) જારી કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની ઝડપ હવે ધીમી પડી રહી છે. કોવિડ-19 (Covid-19)ના કેસમાં ઘટાડા પછી પ્રતિબંધોમાં છૂટછાટના કારણે જીવન સામાન્ય થવા લાગ્યું છે. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ફરી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી ગઇ છે જ્યારે 9 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 પ્રોટોકોલ (Covid-19 Protocol) જારી કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ફરીથી ખોલતી વખતે આ નવી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. ખરેખરમાં લાંબા વિચાર-વિમર્શ પછી કેન્દ્રએ શાળાઓ માટે આ માર્ગદર્શિકા જારી કરી છે. આમાં શાળાને ફરીથી ખોલવા અને સામાજિક અંતર સાથે શિક્ષણની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે.
શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- શાળામાં પૂરતી સ્વચ્છતા અને સુવિધાઓની ખાતરી કરવામાં આવે - શાળામાં સામાજિક અંતરનું પાલન કરવું - સામાજિક અંતર શક્ય ન હોય તેવી શાળાઓમાં આવા કાર્યક્રમોનું આયોજન ન કરવું જોઈએ. - શાળામાં આવતા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે માસ્ક પહેરવા જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત કોરોનાના પોઝિટિવિટી દરમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 14 દિવસમાં કોવિડ-19 સંક્રમણના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પોઝિટિવિટી દર જે 21 જાન્યુઆરીએ 17.94 ટકા નોંધાયો હતો તે હવે ઘટીને 10.99 ટકા પર આવી ગયો છે.
જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતથી જ શાળા, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર ભારતમાં શાળાઓ વિશ્વમાં સૌથી વધુ દિવસોથી બંધ રહી છે. અહીં શાળાઓ 82 અઠવાડિયા કે દોઢ વર્ષ સુધી બંધ રહી. આ સમયગાળો માર્ચ 2020થી ઓક્ટોબર 2021 નો હતો. ત્યાં જ યુગાન્ડા આ મામલામાં નંબર વન પર રહ્યું. અહીંની શાળાઓ 83 અઠવાડિયા સુધી બંધ રહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર