લૉકડાઉન 2.0 : સરકારની બીજી ગાઇડલાઇન જાહેર, આ ક્ષેત્રોને પણ આપી શરતી છૂટ

લૉકડાઉન 2.0 : સરકારની બીજી ગાઇડલાઇન જાહેર, આ ક્ષેત્રોને પણ આપી શરતી છૂટ
પ્રતિકાત્મક તસવીર

સરકાર તરફથી બીજી ગાઇડલાઇન જાહેર, જેમાં કેટલાક વધારાના કામોને શરતોની સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર (Central Government) સરકારે લૉકડાઉન (Lockdown Phase 2)ને ત્રીજી મે સુધી વધારી દીધું છે. લૉકડાઉનના બીજા તબક્કામાં સકકારે કેટલીક છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ગૃહ મંત્રાલય તરફથી કેટલીક વધારાની છૂટ આપવાની જાહેરાત આપવામાં આવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નવા ગાઇડલાઇન (Guideline) પ્રમાણે અનેક સરકારી વિભાગોને અમુક શરતોની સાથે ખોલવામાં આવશે. આ સાથે જ કૃષિના ક્ષેત્રમાં અનેક છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  આ પહેલા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું હતું કે ખાણી-પીણી અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રી ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય ભારતમાં તમામ કારખાના ખોલવાની ભલામણ કરવામાં આવી હતી. નવી ગાઇડલાઇન પ્રમાણે મનરેગાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત સિંચાઇ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું હતું.  સરકાર તરફથી ખેડૂતો માટે લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટ

   

  કૃષિ ક્ષેત્ર : સરકારની નવી ગાઇડલાઇનમાં જંગલોમાં અનુસૂચિત જનજાતિના લોકો તેમજ ત્યાં રહેતા અન્ય લોકો લઘુ વન ઉપજ (MFP) અથવા બિન-ઇમારતી લાકડા એકઠા કરી શકે છે, સાથે જ તેઓ લાકડા કાપવાનું કામ પણ કરી શકે છે. આ સાથે જ વાંસ, નાળિયેર, સોપારી, કોફીના બીજ, મસાલાની રોપણી અને તેની કાપણી, પેકિંગ અને વેચાણ કરી શકે છે.

  નાણાકીય ક્ષેત્ર : નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (Non-Banking Financial Companies) જેમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ (HFCs) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ (NBFC-MFI) સામેલ છે, તે કામ કરી શકે છે, જેમાં ઓછામાં ઓછા કર્મચારી હોય. સાથે જ સહકારી સમિતોઓને પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

  બાંધકામ ક્ષેત્ર : ગ્રામ્ય ક્ષેત્રોમાં નિર્માણનું કામકાજ, પાણી પહોંચાડવું, સ્વચ્છતા, વીજળીના તાર લગાવવા તેમજ દૂરસંચાર માટે ફાઇબર ઓપ્ટિકલ કેબલ પાથરવાનું કામ કરી શકાશે.
  First published:April 17, 2020, 12:03 pm

  टॉप स्टोरीज