Home /News /national-international /

લોકડાઉનનો સમયગાળો વધારવાની વિચારણા, કેન્દ્રએ રાજ્ય સરકારોએ કરી ભલામણ : રિપોર્ટ

લોકડાઉનનો સમયગાળો વધારવાની વિચારણા, કેન્દ્રએ રાજ્ય સરકારોએ કરી ભલામણ : રિપોર્ટ

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, દેશના ઓછામાં ઓછા સાત રાજ્યોએ લોકડાઉનના સમયગાળાને વધારવાનું સમર્થન કર્યું છે.

    નવી દિલ્હી : કોરોના વાયરસના ચાલતા દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને કેન્દ્ર સરકાર વધારી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સરકારના સૂત્રોએ કહ્યું કે, કેટલીક રાજ્ય સરકાર અને વિશેષજ્ઞ કેન્દ્ર સરકારને અનુરોધ કરી રહી છે કે, લોકડાઉનનનો વિસ્તાર કરે. કેન્દ્ર સરકાર આ દિશા તર વિચારી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, દેશના ઓછામાં ઓછા સાત રાજ્યોએ લોકડાઉનના સમયગાળાને વધારવાનું સમર્થન કર્યું છે. આ સાત રાજ્યોમાં સોમવાર રાત્રે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 1367 મામલા મળી આવ્યા છે. જે કુલ મામલાના એત તૃતિયાંસ છે. આ રાજ્યોએ સોમવારે ઈશારો કર્યો કે, 21 દિવસના રાષ્ટ્રીય લોકડાઉન બાદ પણ કેટલીક પાબંધીઓ ચાલુ જ રહેશે.

    એકબાજુ તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે, તે પોતાના રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો વધારવાના પક્ષમાં છે. જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, યૂપી, આસામ, છત્તીસગઢ અને ઝારખંડે પણ આનું સમર્થન કર્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, તે 14 એપ્રિલ બાદ પણ કેટલીક પાબંધી પૂરી રીતે ખતમ નહીં કરે.

    મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 748 મામલા નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં મુંબઈ અને પૂણે સાથે અન્ય હોટસ્પોર્ટ્સમાં પણ લોકડાઉન વધારવાની સંભાવના છે. તો યૂપીના અધિકારીઓએ કહ્યું કે, દિલ્હીમાં તબલીગી જમાત સાથે જોડાયેલા મામલાઓની સંખ્યામાં વૃદ્ધિ (305માંથી 159) બાદ લોકડાઉનને લઈ અનિશ્ચિતતા છે. 274 મામલાઓ સાથે રાજસ્થાન બહાર નીકળવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે., જ્યારે 10 કેસ ધરાવતા છત્તીગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યું હતું કે, આંતરરાજ્ય યાત્રા શરૂ કરવાથી વાયરસનો પ્રસાર વધી શકે છે.

    તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો કે, દેશમાં લાગુ 21 દિવસનું લોકડાઉન વધારવામાં આવે. કે કે, લોકોના જીવન રક્ષા માટે આ ખુબ જરૂરી છે. કેમ કે વાયરસથી સંક્રમણના પ્રસારને રોકવો મુશ્કેલ થઈ જશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Central Goverment, Corona in india, Coronavirus, Coronavirus awareness, India lockdown

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन